શિલ્પા શેટ્ટીની માતાએ ૧.૬ કરોડ રુપિયાના જમીન સોદામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

29 July, 2021 04:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અભિનેત્રીની માતાએ મુંબઈ પોલીસની મદદ માંગી

શિલ્પા શેટ્ટી માતા સુનંદા શેટ્ટી સાથે (તસવીરઃ એ.એફ.પી.)

બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રા (Shilpa Shetty Kundra)ના પતિ રાજ કુંદ્રા (Raj Kundra)ની  પોર્ન ફિલ્મો બનાવવાના આરોપસર ધરપકડ થયા બાદ આ દંપતી સતત ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રીની માતા સુનંદા શેટ્ટી (Sunanda Shetty) પણ ચર્ચામાં આવી ગઈ છે. તેમની સાથે ૧.૬ કરોડ રુપિયાના જમીનના સોદામાં છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જે મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે.

મુંબઈ પોલીસના મતે સુનંદા શેટ્ટીએ નોંધાવેલી ફરિયાદમાં સુધાકર ઘારે નામના શખ્સે તેમની સાથે છેતરપિંડી કરી છે. ખોટા દસ્તાવેજોના આધારે તેણે સુનંદા શેટ્ટી સાથે ૧.૬ કરોડ રુપિયાનો જમીનનો સોદો કર્યો છે. મુંબઈ પોલીસે આઈપીસીની ધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના કુંદ્રાના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા વિરુદ્ધ ચાલી રહેલા પોર્ન કેસની વચ્ચે આ વાત સામે આવી છે. અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણના આરોપસર પોલીસે અન્ય ૧૧ લોકોની સાથે ૧૯ જુલાઈના રોજ રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી. રાજની જામીન અરજી ૨૮ જુલાઈના રોજ કોર્ટે નકારી કાઢી હતી. તેમજ કોર્ટે રાજ કુંદ્રાને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

mumbai mumbai news Crime News mumbai crime news mumbai police shilpa shetty raj kundra