શરદ પવારે ઉદ્ધવ ઠાકરેના વખાણ કર્યા; કહ્યું ઉદ્ધવ નરમ બોલનાર વ્યક્તિ છે

10 September, 2021 08:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની “નરમ બોલનાર વ્યક્તિ” તરીકે પ્રશંસા કરી છે જે જવાબદારીનો સામનો કરતી વખતે પીછેહઠ કરતા નથી.

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે. ફાઇલ તસવીર

એનસીપી અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની “નરમ બોલનાર વ્યક્તિ” તરીકે પ્રશંસા કરી છે જે જવાબદારીનો સામનો કરતી વખતે પીછેહઠ કરતા નથી.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ એ પણ ટાળ્યું હતું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસ સાથે મતભેદો હોય શકે છે, પરંતુ હજુ પણ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુની વિચારધારાના શપથ લે છે. મરાઠી ન્યૂઝ-પોર્ટલ `મુંબઈ તક` સાથે વાત કરતા પવારે એમ પણ કહ્યું કે આખરે સોનિયા ગાંધીએ જ નક્કી કર્યું કે મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી (MVA) સરકાર બનાવવા માટે કોંગ્રેસ એનસીપી અને સેના સાથે હાથ મિલાવી શકે છે.

“મેં ઉદ્ધવ ઠાકરેને નાનપણથી જોયા છે. જ્યારે તેમણે શિવસેનાની બાબતોની દેખરેખ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમણે તેમના પિતાના (બાલ ઠાકરે)ના માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું.” એનસીપીના વડાએ કહ્યું કે, “પરંતુ સેનાએ ઉદ્ધવના નેતૃત્વમાં મુંબઈ નાગરિક ચૂંટણી જીતી હતી. તે પછી તે સ્પષ્ટ થઈ ગયું કે તે નરમભાષી વ્યક્તિ છે, પરંતુ તેની ક્ષમતા છે, અને તે જવાબદારી નિભાવી શકે છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં શિવસેનાનો વિકાસ થયો છે.”

કોંગ્રેસ અને એનસીપીમાં માત્ર કાર્યશૈલી પર જ મતભેદો છે,એમ પવારે જણાવ્યું હતું. નેતૃત્વના મુદ્દે 1999માં ‘ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી’ છોડી દીધી હતી. તેમણે કહ્યું કે, એનસીપી ગાંધી અને નહેરુની વિચારધારા માટે પ્રતિબદ્ધ છે. “શિવસેના પણ ક્યારેય કોંગ્રેસની કડવી ટીકા કરનારી નહોતી. બાલ ઠાકરેએ કટોકટી લાદવાના તેમના નિર્ણય માટે ઈન્દિરા ગાંધીને ટેકો આપ્યો હતો. કટોકટી પછીની ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસ સામે કોઈ ઉમેદવાર ઊભો કર્યો ન હતો.” પવારે કહ્યું હતું.

એનસીપીના વડા, જેને ઘણા લોકો એમવીએના મુખ્ય આર્કિટેક્ટ માને છે, તેમણે કહ્યું કે તેઓ 2019ની વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી શિવસેના અને તેના તત્કાલીન સહયોગી ભાજપ વચ્ચે ઉદ્ભવતા મતભેદો પર “નજીકથી નજર” રાખી રહ્યા છે. તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે શિવસેના સાથે વાત કરવાની જરૂર છે અને શિવસેનાના સાંસદ સંજય રાઉતે પહેલ કરી હતી.”

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના પક્ષના નેતાઓ સાથે સલાહ કર્યા બાદ ગઠબંધનનો ભાગ બનવા સંમતિ આપી હતી. “રાહુલ ગાંધી તે ચર્ચાઓમાં નહોતા. સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં દરેક સાથે વાત કરી અને પછી તેને મંજૂરી આપી.”

Mumbai news nationalist congress party shiv sena sharad pawar uddhav thackeray