11 December, 2025 09:21 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ગઈ કાલે નાગપુર શહેરના એક રેસિડેન્શિયલ એરિયામાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો. દીપડાના હુમલામાં પારડી વિસ્તારમાં આવેલા શિવનગરમાં ૭ લોકો ઘાયલ થયા હતા. દીપડાના સમાચારને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ફૉરેસ્ટની ટીમ અલર્ટ મળતાંની સાથે જ સ્પૉટ પર પહોંચી હતી, પણ એને બેહોશ કરીને પકડવાનું ઑપરેશન પડકારજનક રહ્યું હતું અને ચાર કલાક ચાલ્યું હતું. દીપડો એ વિસ્તારમાં રાત્રે આવ્યો હોવાનું મનાય છે અને સૂર્યોદય થતાં ત્યાંથી નીકળવાના ચક્કરમાં ગભરાટને કારણે આક્રમક થયો હોવાનું કહેવાય છે.