Mumbai: હાઈ વૉલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે શહેરમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ, જાણો વિગત

25 June, 2022 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ 10 જુલાઈ સુધી અમલમાં રહેશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ 10 જુલાઈ સુધી અમલમાં રહેશે. કલમ 144 લાગુ થવાની સ્થિતિમાં એક જગ્યાએ 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના દ્વારા બે વખત તોડફોડ પછી હિંસા વગેરેની સંભાવનાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન ધારાસભ્યો અને સાંસદોની ઑફિસની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસ રાજકીય મેળાવડા, પોસ્ટર રેગિંગ, સૂત્રોચ્ચાર વગેરે પર પણ કડક નજર રાખશે.

કલમ 144 CrPC ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ આવે છે. વહીવટીતંત્ર શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે તેનો અમલ કરે છે. હાલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી કટોકટી અને રાજકીય ઉથલપાથલના કારણે અશાંતિની સંભાવના છે. આવી સ્થિતિમાં પ્રશાસને કલમ 144 લાગુ કરી છે.

CrPC એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ કલમ-144 લાગુ કરવાનો હેતુ સમાજમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાનો છે. સંજોગોને ધ્યાનમાં રાખીને, ડીએમ અથવા જિલ્લા કલેક્ટર કલમ ​​144 લાગુ કરવા માટે એક સૂચના બહાર પાડે છે. જ્યાં પણ કલમ 144 લાગુ છે ત્યાં ચાર કે તેથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. તે જ સમયે, જે રાજ્યોમાં પોલીસ કમિશનર સિસ્ટમ છે, ત્યાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ડીસીપી) પાસે કલમ 144 લાગુ કરવાની સત્તા છે.

mumbai mumbai news maharashtra shiv sena mumbai police