નાગપુર જિલ્લાનું સાતનવરી ગામ બન્યું દેશનું પહેલું સ્માર્ટ ડિજિટલ વિલેજ

25 August, 2025 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત સાતનવરી ગામમાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સાતનવરી ગામમાં આગવી સ્માર્ટ ડિજિટલ ગામની યોજના હેઠળ નીચેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

નાગપુર જિલ્લાનું સાતનવરી ગામ બન્યું દેશનું પહેલું સ્માર્ટ ડિજિટલ વિલેજ

ટેક્નૉલૉજીનો અસરદાર ઉપયોગ કરીને નાગપુર જિલ્લાના સાતનવરી ગામે દેશના પહેલા સ્માર્ટ ડિજિટલ ગામ બનવાનું માન મેળવ્યું છે. આરોગ્ય, શિક્ષણ, ખેતી, બૅન્કિંગ અને એવી ૧૮ જેટલી સુવિધાઓ એક જ છત નીચે પ્રોવાઇડ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આ પ્રોજેક્ટ ક્રાન્તિકારી છે જે દેશનાં બીજાં ગામડાંઓને નવી દિશા દેખાડશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘ભારત નેટ’ના દૂરદૃષ્ટિ ધરાવતા પ્રોજેક્ટ અંતર્ગત દેશનાં ગામડાંઓને ડિજિટલ યુગથી જોડવાની શરૂઆત થઈ હતી. એ પછી રાજ્ય સ્તરે ‘મહા નેટ’ દ્વારા એ યોજનાને આગળ ધપાવવામાં આવી. એ પછી ‘આત્મનિર્ભર ભારત’ અંતર્ગત સાતનવરી ગામમાં આ પ્રયોગ સફળતાપૂર્વક કરવામાં આવ્યો. સાતનવરી ગામમાં આગવી સ્માર્ટ ડિજિટલ ગામની યોજના હેઠળ નીચેની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

સ્માર્ટ ખેતી: ડ્રોન દ્વારા જંતુનાશક દવાનો છંટકાવ અને સેન્સર આધારિત માટીની ચકાસણી અને સ્માર્ટ સિંચન

સ્માર્ટ આરોગ્ય: પ્રાથમિક શિક્ષણમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ

અન્ય સુવિધાઓ: બૅન્ક ઑન વ્હીલ, સ્માર્ટ ઇન્ટેલિજન્સ હેઠળ ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. પીવાના શુદ્ધ પાણી માટે RO પ્લાન્ટ ઍક્ટિવેટ કરવામાં આવ્યો છે.

nagpur technology news maharashtra government maharashtra maharashtra news news mumbai mumbai news devendra fadnavis health tips Education ai artificial intelligence