ડ્રગ્સ પર ભારે વિવાદ વચ્ચે મુંબઇ હોટેલમાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા રાઉત

26 September, 2020 08:48 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડ્રગ્સ પર ભારે વિવાદ વચ્ચે મુંબઇ હોટેલમાં દેવેન્દ્ર ફડણવીસને મળ્યા રાઉત

ભારતીય જનતા (BJP) પાર્ટી અને શિવસેના (Shiv Sena) વચ્ચે ચાલતા શાબ્દિક યુદ્ધ વચ્ચે શનિવારે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર (Devendra Fadnavis) ફડણવીસ અને શિવસેના (Shivsena) નેતા સંજય (Sanjay Raut) રાઉત વચ્ચે થયેલી મુલાકાતના સમાચાર આવી રહ્યા છે. બન્ને નેતાઓની આજે મુંબઇના એક ફાઇવ સ્ટાર હોટેલમાં મુલાકાત થઈ છે. આને લઇને ચર્ચાઓ અને અટકળો ચાલી રહી છે. આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે જ્યારે મુંબઇમાં ડ્રગ્સને લઇને વિવાદ છેડાયો છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સનો એંગલ આવ્યા પછી એનસીબીની તપાસમાં બોલીવુડના ઘણાં સિતારા આવી ચૂક્યા છે. એક દિવસ પહેલા જ સંજય રાઉતે બોલીવુડનો બચાવ પણ કર્યો હતો.

જો કે, આ દરમિયાન ભાજપ નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે રાઉતે ફડણવીસ સાથે મુલાકાત કરી બિહાર ચૂંટણીને લઈને તેમનો ઇન્ટરવ્યૂ લીધો છે. સંજય રાઉત સામનાના સંપાદક છે. તેમણે કહ્યું કે મુલાકાતનો કોઇ જ રાજકારણીય અર્થ ન કાઢવામાં આવે. મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટિલે પણ બન્ને નેતાઓમાં મુલાકાતની પુષ્ઠિ કરતા કહ્યું છે કે અટકળો લગાવવાની જરૂર નથી. જો કે, અત્યારે બન્ને નેતાઓ તરફથી આ મુલાકાતને લઅને કોઇપણ સાર્વજનિક રીતે નથી કહેવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને નેતાઓમાં લગભગ અઢી કલાક સુધી વાતચીત થઈ.

ઘણાં સમય સુધી ભાજપની સહયોગી રહી ચૂકેલી શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાએ ચૂંટણી પછી ગઠબંધન તોડી દીધું હતું અને એનસીપી-કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. સત્તામાં આવ્યા પછીથી ઉદ્ધવ ઠાકરે અનેક પડકારોથી ઘેરાયેલા છે. એક તરફ મહારાષ્ટ્ર ભારતમાં કોરોનાના સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે ખૂબ જ વિવાદ થઈ ગયો છે.

mumbai mumbai news sanjay raut devendra fadnavis shiv sena bharatiya janata party