ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક કોમેન્ટ કરનાર સમિત ઠકકરની ફરી ધરપકડ

03 November, 2020 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વાંધાજનક કોમેન્ટ કરનાર સમિત ઠકકરની ફરી ધરપકડ

સમિત ઠક્કર

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદીત્ય સામે સોશ્યલ મીડીયામાં વાંધાજનક કોમેન્ટ કરનારા સમીત ઠકકરને નાગપુર કોર્ટે ગઈકાલે જામીન આપ્યા હતા, પણ મુંબઈ પોલીસે તેની ફરી ધરપકડ કરી છે. હાઈ કોર્ટે નવ નવેમ્બર સુધી તેને કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો છે.

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે 62,000 ફોલોઅર સાથે ટિવટર યુઝર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેને ફોલો કરે છે. સમિતે સોશ્યલ મીડિયામાં મુખ્ય પ્રધાન અને તેમના કુટુંબ બદલ વાંધાજનક ટિપ્પણી કરતા 24 ઑક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી. નાગપુર કોર્ટથી જામિન મલ્યા બાદ મુંબઈ હાઈ કોર્ટે તેને 9 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય લીધો છે.  

ઠક્કર બીજેપી આઈટી સેલનો મેમ્બર છે. બોમ્બે હાઈ કોર્ટે તેને પાંચમી ઑક્ટોબરે વી પી રોડ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો, પરંતુ વોશરૂમ જવાના બહાને તે ગાયબ થઈ ગયો હતો. તેના વિરુદ્ધ સાઈબરક્રાઈમનો કેસ પણ દાખલ થયો છે. ઠક્કરે કોર્ટના નિયમનો ઉલ્લંઘન કર્યા ઉપરાંત મોબાઈલ, લેપટોપ વગેરે સુપરત કર્યુ નહોતું.

ત્યયારબાદ 12 ઑક્ટોબરે હાઈ કોર્ટની સુનાવણીમાં અને 16 ઑક્ટોબરે બીકેસી સાયબર પોલીસમાં તેણે નિવેદન આપવા માટે હાજર થવાનું હતું પરંતુ ત્યાં પણ તે આવ્યો નહીં. 20 ઑક્ટોબરે નાગપુર હાઈ કોર્ટે તેના ઉપર દાખલ થયેલા કેસને રદ કરવાની મંજૂરીને નકારી હતી.

uddhav thackeray bombay high court nagpur mumbai police