મહારાષ્ટ્ર: લોકપ્રિય હિલ સ્ટેશન પર મૂકાયા પ્રતિબંધ

14 January, 2022 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ નજીકના હિલ સ્ટેશનો પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, સ્થાનિક અધિકારીઓએ કેટલાક લોકપ્રિય સ્થળો બંધ કરી દીધા છે જેમાં ટાઈગર રિઝર્વની સાથે સાથે રાષ્ટ્રીય ઉદ્યાન પણ સામેલ છે.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ નજીકના હિલ સ્ટેશનો પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે, સ્થાનિક અધિકારીઓએ કેટલાક લોકપ્રિય સ્થળો બંધ કરી દીધા છે જેમાં ટાઈગર રિઝર્વની સાથે સાથે રાષ્ટ્રીય ઉદ્યાન પણ સામેલ છે.

મહારાષ્ટ્રમાં કોવિડ1-9ના કેસમાં વધારો અને રાજ્ય સરકાર દ્વારા લાગૂ પાડવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખતા, મુંબઈના નજીકના હિલ સ્ટેશન પર અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે.

સ્થાનિક અધિકારીઓએ કેટલાક લોકપ્રિય સ્થળો બંધ કરી દીધા છે જેમાં ટાઇગર રિઝર્વની સાથે-સાથે રાષ્ટ્રીય ઉદ્યાન પણ સામેલ છે.

મંગળવાર 11 જાન્યુઆરીના માથેરાન નગર પરિષદે હિલ સ્ટેશનના અનેક પર્યટન સ્થળોને બંધ કરી દીધા છે. સુરેખા ભાંગે તરફથી જાહેર આદેશમાં માથેરાનના મુખ્ય કાર્યકારી અધિકારી ચાર્લોટ લેક, એલેક્ઝેન્ડર પૉઇન્ટ, રામબાગ પૉઇન્ટ, સનસેટ પૉઇન્ટ અને મંકી પૉઇન્ટ સામેલ કરવામાં આવ્યા. જો કે, અમન લૉજથી માથેરાન માટે મિની ટ્રેન હજી પણ ચાલુ છે.

બીજી તરફ, પંચગની અને મહાબળેશ્વરમાં પણ પર્યટકો માટે કેટલાક પ્રતિબંધ લાગૂ પાડવામાં આવ્યા છે. લેખા પ્રમાણે પંચગની નગર પરિષદના મુખ્ય અધિકારી ગિરીશ દાપકેકરે જણાવ્યું કે તેમની આસપાસ ચારેય સ્થળો પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે.

આ રીતે મહાબળેશ્વર નગર પરિષદની મુખ્ય અધિકારી પલ્લવી પાટિલે જણાવ્યું કે વેન્ના ઝીલ પૉઇન્ટને બોટિંગ માટે બંધ કરી દેવામાં આવી છે. પાટિલે ટિપ્પણી કરી કે તેમના ક્ષેત્રમાં હોટલ 100 ટકા પર કામ કરી રહ્યા છે અને પર્યટકોના બન્ને વેક્સિનેશનના સર્ટિફિકેટ પણ બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે.

સતારા કલેક્ટર શેખર સિંહે ઉલ્લેખ કર્યો કે અન્ય સ્થળોની સાથે કિલ્લામાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લાગૂ પાડવાના રાજ્યના આદેશને કારણે પર્યટકોને વિનિયમિત કરનાર એક આદેશ આ સિવાય એલિફેન્ટાની ગુફાઓ પણ બંધ કરી દેવામાં આવી છે.

Mumbai mumbai news matheran mahabaleshwar coronavirus covid19 covid vaccine