12 September, 2025 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રહેવાસીઓએ બિલ્ડિંગ તોડવાના વિરોધમાં રોડ પર ઊતરીને પ્રદર્શન કર્યું
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)એ ગેરકાયદે બિલ્ડિંગો સામે કાર્યવાહી હાથ ધરી છે. મુંબ્રામાં ગેરકાયદે ઊભા કરાયેલા અનમ પૅલેસને તોડવા માટે અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈ કાલે ફરીથી રહેવાસીઓએ બિલ્ડિંગ તોડવાના વિરોધમાં રોડ પર ઊતરીને પ્રદર્શન કર્યું હતું. ભારે પોલીસ-બંદોબસ્ત સાથે TMCના એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટની ટીમ અનમ પૅલેસ પહોંચી હતી; પરંતુ લોકોએ તોડફોડ નહીં, સમાધાન જોઈએ છે એવાં બૅનરો હાથમાં લઈને ડિમોલિશન પ્રક્રિયા રોકવાનો પ્રયત્ન કર્યો હતો. લાંબા સમયથી કાયદાની જાળમાં ફસાયેલા આ બિલ્ડિંગને તોડવાના મુદ્દે હજી કોઈ કાર્યવાહી થઈ શકી નહોતી.