સ્ટ્રોક,મલ્ટી- ઓર્ગન ફેલ્યોરના 10 કલાક, Covid-19 પૉઝિટિવ યુવાનનો બચાવ

06 August, 2020 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ટ્રોક,મલ્ટી- ઓર્ગન ફેલ્યોરના 10 કલાક, Covid-19 પૉઝિટિવ યુવાનનો બચાવ

ડૉ.મેહુલ શાહ અને ડૉ.અરુણ શાહ સાથે પેશન્ટ

સાહસ કોળીને મલ્ટી- ઓર્ગન ફેલ્યોર સાથે બેભાનાવસ્થામાં 30 જૂનના રોજ સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેની જીવવાની શક્યતા બહુ ઓછી હતી, પરંતુ સમયસર ઉપચારથી 31 જુલાઈએ તે હસતા ચહેરે ઘરે પાછો ગયો છે. કોળીને શરીરનો અડધો ભાગ સંપૂર્ણ લકવાગ્રસ્ત, ઘેન અને વારંવાર ઊલટીઓ જેવાં સ્ટ્રોકનાં લક્ષણોના 10 કલાકથી વધુ સમયના ઈતિહાસ સાથે મુંબઈની નામાંકિત હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં દાખલ થતાં જ તુરંત મગજનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં એવું નિદાન થયું કે જમણા મગજમાં સ્ટ્રોક આવ્યો હતો, જેને લીધે મગજનો 70 ટકા ભાગ હાનિ પામ્યો હતો. ડોક્ટરોએ મેકેનિકલ થ્રોમ્બોક્ટોમી અથવા ક્લોટ બસ્ટર ઔષધિઓ (ગઠ્ઠાઓ તોડવા) નકારી કાઢી હતી, કારણ કે તેનાથી મગજમાં રક્તસ્રાવ થઈને વધુ હાનિ પેદા થઈ શકે તેમ હતું. તેના હૃદયના ધબકાર એકંદરે ઓછા થયા હતા અને તેને કૃત્રિમ હૃદયનો આધાર આપી શકાય એમ નહોતો તેમ જ તેની કિડની અને યકૃતને તીવ્ર ઈજાઓ પહોંચી હતી.સામાન્ય સંજોગોમાં સ્ટ્રોક દર્દીઓમાં બ્લડ પ્રેશરની ઘણી ફરિયાદો હોય છે અને આવા દર્દીઓમાં આવા ગંભીર લક્ષણો દેખાતા નથી અને તેમની અંદર ઉચ્ચ દાહક સોજાનાં નિશાન પણ હોતાં નથી, જે જોતાં ડોક્ટરોને આ દર્દીનો પ્રથમ કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવા છતાં કોવિડ-19 સંક્રમણ સેપ્સિસ હોવાની શંકા હતી.

દર્દી કોમામાં જતો રહ્યો હોવાથી ડોક્ટરોએ ડિકોમ્પ્રેસિવ ક્રેનિએક્ટોમી નામે જીવનદાયી ન્યુરોસર્જરી હાથ ધરવાનું નક્કી કર્યું હતું, જેમાં ખોપરીના હાડકાંનો હિસ્સો કાઢવામાં આવે છે, જેથી મગજનો સોજો મગજનાં મહત્ત્વપૂર્ણ કેન્દ્રો પર દબાણ વિના વિસ્તરી શકે. આ જીવનદાયી સર્જરી માટે તેને લઈ જવા પૂર્વે દેખીતી રીતે જ સીઈઓ ડો. તરંગ જ્ઞાનચંદાનીની આગેવાનીમાં હોસ્પિટલ દ્વારા મજબૂત અને ઉત્તમ સંક્રમણ નિયંત્રણ વ્યવહારોનું પાલન કરાયું હતું, જેને લીધે સર્વ આરોગ્ય સંભાળ કર્મચારીઓને સંક્રમણ લાગુ થવાનું નિવારી શકાયું હતું. દેખીતી રીતે જ દર્દી વેન્ટિલેટર પર હતો ત્યારે ફેફસામાંથી સીધા જ લેવાયેલા બીજા સ્વેબ પરથી પછીથી તે કોવિડ પોઝિટિવ હોવાનું જણાયું હતું.

 પ્રારંભિક તબક્કે, 11 ડોકટરોની એક ટીમ દર 8 થી 12 કલાકે દર્દીની સારવાર કરી રહી હતી અને પ્રગતિનું નિરીક્ષણ કરી રહી હતી. સ્ટ્રોક અને કોવિડ-19 સંબંધી ગૂંચની માવજત કરવા માટે તેમણે ઘરઆંગણાના ઉપાય કરવાનું નક્કી કર્યું હતું અને તેથી હેમો- એડસોર્પશન ફિલ્ટર અને ડાયાલિસિસનો ઉપયોગ કર્યો હતો, જેનાથી લોહીના શુદ્ધિકરણમાં મદદ થવા સાથે દાહક સોજાનાં નિશાન દૂર થયાં હતાં. ડોક્ટરોએ મેડિકલ અને લેબોરેટરી પરિમાણો સાથે કોળી માટે ઉપચારનો ક્રમ નક્કી કર્યો હતો. સર્જરીના 24 કલાક બાદ દર્દીએ આંખો ખોલ્યા પછી અને તેની જમણી બાજુ પડખું ફેરવવા માટે ઈશારો કરીને તેનું પાલન કરાવતાં સુધારણાનું સૌપ્રથમ આશાસ્પદ ચિહન દેખાયું હતું. સર્જરીના ત્રીજા દિવસે બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવતા જીવનને આધાર આપતી દવાઓ ઓછી કરાઈ હતી અને તેના પેશાબના આઉટપુટમાં સુધારણા થઈ હતી. પાંચમાં દિવસે સર્વ જીવનને આધાર આપતા ઉપાયો, હેમો- એડસોર્પશન ફિલ્ટર અને ડાયાલિસિસ દૂર કરાયા હતા. આગામી બે સપ્તાહ સુધી તેની અંદર સુધારણા ચાલુ રહી હતી, જે પછી તેની પર ટ્રેકીઓસ્ટોમી હાથ ધરાઈ હતી અને ધીમે ધીમે વેન્ટિલેટરી આધાર પણ દૂર કરાયો હતો. તેનાં મહત્ત્વપૂર્ણ પરિમાણો સ્થિર થયાં, લોહીની તપાસો અને હૃદયના ધબકાર સામાન્ય બન્યા અને ત્યાર પછી તેનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. સર એનએનઆરએફએચના ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં ચાર સપ્તાહ પછી કોળીને 31મી જુલાઈએ રજા આપવામાં આવી હતી. તે ભાનમાં છે, શરીરના એક અડધા ભાગની સામાન્ય કામગીરી અને અડધા ભાગની નબળાઈ સાથે આપણને સમજી શકે છે અને વાત કરી શકે છે.તેને હવે આક્રમક ન્યુરો- પુનર્વસનની જરૂર રહેશે. હવે 3-6 મહિના પછી ડિકોમ્પ્રેસિવ ક્રેનિએક્ટોમી દૂર કરાયા હતા. ખોપરીના હાડકાં માટે તેની પર વધુ એક સર્જરી હાથ ધરવાની રહેશે. કોળીના કાકા મોહન કહે છે, તે ઘરે આવ્યો ત્યારથી વાતો કર્યા કરે છે. તે અમને બધાને ઓળખે છે. સર એચએનઆરએફએચના ડોક્ટરોની ટીમે અમારા સાહસને પાછો આપ્યો તે બદલ અમે તેમના ખૂબ ખૂબ આભારી છીએ.તે બહુ સારી રીતે સાજો થયો તે જોતાં અમે એ વાત સૌના ધ્યાનમાં લાવવા માગીએ છીએ કે કોવિડ દર્દીમાં સેપ્સિસ, સ્ટ્રોક જેવી જીવનજોખમી સ્થિતિઓનો ઈન્ટેન્સિવ કેર ટીમ સાથે ન્યુરોલોજી, ન્યુરો- સર્જિકલ, નેફ્રોલોજીના સમાવેશ ધરાવતા ટીમના અભિગમ સાથેના મલ્ટી- સ્પેશિયાલિટી સેન્ટરમાં સફળતાથી ઉપચાર થઈ શકે છે.અમે સ્ટાન્ડર્ડ તીવ્ર સ્ટ્રોક માર્ગદર્શિકાઓ, નવા ઉપાયો અને સમયસર જીવનદાયી ઉપચારોનો ઉપયોગ કરીને આ દર્દીનો ઉપચાર કર્યો હતો અને અમને આશાસ્પદ પરિણામો મળ્યાં છે.

સાહસ કોળીના ઉપચારમાં સંકળાયેલી ડૉક્ટરોની ટીમઃ

ડો. એ. બી. શાહ (ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ, ન્યુરોલોજી), ડો. મયુર પટેલ (ડાયરેક્ટર ક્રિટિકલ કેર મેડિસીન એન્ડ ઈમરજન્સી મેડિસીન અને કન્સલ્ટન્ટ, ક્રિટિકલ કેર મેડિસીન), ડો. મેહુલ શાહ (કન્સલ્ટન્ટ, ક્રિટિકલ કેર મેડિસીન),ડો. ઋષી દેશપાંડે (કન્સલ્ટન્ટ, નેફ્રોલોજી),ડો. વિવેક અગરવાલ (કન્સલ્ટન્ટ, ન્યુરોસર્જરી),ડો. મનોજ મશરૂ (ડાયરેક્ટર અને કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજી),ડો. નિમિત શાહ (કન્સલ્ટન્ટ, કાર્ડિયોલોજી),ડો. નીરજ કામત (કન્સલ્ટન્ટ, કાર્ડિયાક સર્જરી અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ),ડો. તુષાર થોરાત (કન્સલ્ટન્ટ, પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી),ડો. પૂર્વી શાહ (કન્સલ્ટન્ટ, ડર્મેટોલોજી),ડો. બિપીનચંદ્ર ભામરે (કન્સલ્ટન્ટ, કાર્ડિયાક સર્જરી)

covid19 coronavirus