કોરોનાના દર્દીના સંબંધીઓએ ડૉક્ટરો પર હુમલો કર્યો, એકની ધરપકડ

12 September, 2020 02:41 PM IST  |  Thane | Agency

કોરોનાના દર્દીના સંબંધીઓએ ડૉક્ટરો પર હુમલો કર્યો, એકની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુરબાડ શહેરની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં કોવિડ-19ના દર્દીની સારવારના મામલે કેટલાક ડૉક્ટરોની મારપીટ કરવા બદલ પોલીસે એક શખસની ધરપકડ કરી છે અને અન્ય ૯ વ્યક્તિની શોધખોળ આદરી છે.

મુરબાડની કોવિડ-19 હૉસ્પિટલમાં દરદીને સલાઇન આપવા વિશે સારવાર લઈ રહેલા કોરોના પૉઝિટિવ દર્દી અને ડૉક્ટરો વચ્ચે ગેરસમજ થઈ હતી. દર્દીએ તેના સંબંધીઓ તથા અન્યોને આ વિશે જાણ કરી અને ટૂંક સમયમાં જ આશરે ૧૦ વ્યક્તિ હૉસ્પિટલમાં આવી પહોંચી હતી, એમ મુરબાડ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર દત્તાત્રેય બોરાટેએ જણાવ્યું હતું.

રાતે ૧૧.૩૦ વાગ્યે આવેલા આ શખસોએ હૉસ્પિટલના સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરીને કેટલાક ડૉક્ટરોને માર માર્યો હતો. ડૉક્ટરોએ નોંધાવેલી ફરિયાદના આધારે શુક્રવારે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને એક જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા અન્ય ૯ શખસોની શોધ આદરી છે.

mumbai mumbai news coronavirus covid19 thane maharashtra