મુંબઈ : કન્ફ્યુઝન ભારે, સ્કૂલો ખોલવી કઈ રીતે?

13 November, 2020 07:59 AM IST  |  Mumbai | Pallavi Smart

મુંબઈ : કન્ફ્યુઝન ભારે, સ્કૂલો ખોલવી કઈ રીતે?

એક બેન્ચ પર માત્ર એક જ વિદ્યાર્થી બેસી શકશે.

કોરોના મહાબીમારીને પગલે દિવાળી પછી ધોરણ ૯થી ૧૨ સુધીના ફિઝિકલ ક્લાસ પુનઃ શરૂ કરવા કે નહીં એ વિશેની અનિશ્ચિતતા અને કન્ફ્યુઝનને લીધે સ્કૂલ મૅનેજમેન્ટ ચિંતામાં મુકાઈ ગયું છે અને જો ક્લાસ શરૂ કરવા તો એ માટે પ્રોટોકૉલને ધ્યાનમાં રાખીને કઈ રીતે આગળ વધવું એ મૅનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની ગયો છે તેમ છતાં સ્કૂલો પુનઃ શરૂ કરવા માટે પૂરતા પ્રયાસ કરી રહ્યું છે.

સરકારી ગાઇડલાઇન્સ મુજબ ત્રણ મેજર વિષયો માટે સ્કૂલ માત્ર ચાર કલાક ચાલુ રાખી શકાશે, જ્યારે અન્ય વિષયો ઑનલાઇન ભણાવી શકાશે. એવામાં અનેક વાલીઓ માટે બાળકોને સ્કૂલમાં મોકલવા વિશે ભય ફેલાયેલો છે.

મૅનેજમેન્ટ માટે માથાનો દુખાવો

સ્કૂલ મૅનેજમેન્ટ અનેક મુદ્દાઓને લઈને મૂંઝવણમાં મુકાઈ રહ્યું છે. એક બેન્ચ પર એક વિદ્યાર્થી બેસાડવાથી માંડીને માત્ર ત્રણ વિષયના શિક્ષકોને સ્કૂલમાં બોલાવવા સુધીના અનેક પ્રશ્નો પર મૅનેજમેન્ટ વિચારી રહ્યું છે.

દાદરમાં આવેલી બાલમોહન વિદ્યામંદિર સ્કૂલનાં પ્રિન્સિપાલ રૂપા રૉય કહે છે કે ‘આ મુદ્દે સૌથી પહેલાં વાલીઓ પાસેથી તેમના વિચાર જાણવા જરૂરી છે. વળી સરકારે કહ્યું છે કે કોરોનાનો બીજો મારો આવી શકે છે એવામાં વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલમાં મોકલવા માગે છે કે નહીં એ જાણવું જરૂરી છે. એક વાર તેમનો મત જાણ્યા બાદ ટાઇમ ટેબલ અને સુરક્ષાનાં સાધનો ઉપલબ્ધ કરાવવાનું અઘરું નહીં પડે.’

રેગ્યુલર ક્લાસ નહીં

કાંદિવલીમાં આવેલી ચિલ્ડ્રન્સ ઍકૅડેમી ગ્રુપ ઑફ સ્કૂલ્સે નક્કી કર્યું છે કે તેઓ માત્ર રિવિઝન તેમ જ પ્રૅક્ટિકલ માટે જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવશે અને રેગ્યુલર ક્લાસ માટે નહીં બોલાવે. સ્કૂલ ગ્રુપના ચૅરમૅન રોહન ભટ્ટે જણાવ્યું કે ‘કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે અથવા તો ન પણ આવે એવામાં દરેકના માટે એક ને એક લેસનનું પુનરાવર્તન ન કરાવી શકાય. અમે નક્કી કર્યું છે કે રેગ્યુલર ક્લાસ ઑનલાઇન જ રહેશે અને નાના કામકાજ માટે નાની સંખ્યામાં વિદ્યાર્થીઓને બોલાવીને ભણતરની તૈયારી કરાવવામાં આવશે.’

બોરીવલીમાં આવેલી ઑર્કિડ ઇન્ટરનૅશનલ સ્કૂલે નક્કી કર્યું છે કે એ ઑનલાઇન અને ઑફલાઇન બન્ને માધ્યમો દ્વારા ક્લાસ ચાલુ રાખશે. મોટા ભાગે વર્ગ ઑનલાઇન જ યોજાશે. ઑફલાઇન માધ્યમ દ્વારા માત્ર ૧૨થી ૧૫ વિદ્યાર્થીઓને એક વર્ગમાં ભણાવવામાં આવશે અને દરેક બેન્ચ પર બેસનારા વિદ્યાર્થીઓનાં નામનાં લેબલ લગાવવામાં આવશે.

mumbai mumbai news maharashtra coronavirus pallavi smart