29 January, 2025 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરમાં આવેલા શિવાજી પાર્ક મેદાનમાં લાલ માટી નાખવામાં આવી છે (તસવીર : આશિષ રાજે)
દાદરમાં આવેલા શિવાજી પાર્ક મેદાનમાં લાલ માટી નાખવામાં આવી છે, જેને લીધે ગ્રાઉન્ડની આસપાસમાં હવાનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાની સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ છે. ચોમાસામાં આ માટી ભીની રહે છે એટલે બહુ વાંધો નથી આવતો, પણ ચોમાસા સિવાયના સમયમાં આ માટીને લીધે પ્રદૂષણ ફેલાય છે. આથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પારેશન (BMC) દ્વારા મેદાનમાં પાણીનો છંટકાવ કરતા વાહનને ફેરવવામાં આવી રહ્યું છે.