02 July, 2025 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવીન્દ્ર ચવાણ
ડોમ્બિવલી વિધાનસભા ક્ષેત્રમાંથી ૪ વાર ચૂંટાઈ આવેલા વિધાનસભ્ય રવીન્દ્ર ચવાણ મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રેસિડન્ટ તરીકે એકમતે ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં ૨૦૨૨થી ચંદ્રકાન્ત બાવનકુળે BJPના સ્ટેટ પ્રેસિડન્ટ હતા. કેન્દ્રીય પ્રધાન અને BJPના સેન્ટ્રલ ઑબ્ઝર્વર કિરણ રિજિજુએ આ જાહેરાત કરી હતી. રવીન્દ્ર ચવાણ આ પહેલાં ૨૦૧૬થી ૨૦૧૯ દરમ્યાન એકનાથ શિંદેની સરકારમાં પણ પ્રધાનપદે રહ્યા હતા અને એકનાથ શિંદેની સરકારમાં તેમને પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જોકે એમ છતાં ડિસેમ્બર ૨૦૨૪માં દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળ સરકાર બનાવવામાં આવી ત્યારે તેમને કોઈ પ્રધાનપદ આપવામાં આવ્યું નહોતું.