Rave Party Raid: મુંબઈના થાણેમાં ન્યૂ યરની પાર્ટીમાં દરોડા,100 યુવાનોની અટકાયત

31 December, 2023 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

થાણે પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખાનગી સ્થળે ચાલી રહેલી રેવ પાર્ટી (rave party raid)નો પર્દાફાશ કર્યો છે, જેમાં ડ્રગ્સ અને દારૂનું ખુલ્લેઆમ સેવન થઈ રહ્યું હતું. આ દરમિયાન પોલીસે ઓછામાં ઓછા 100 યુવાનોની અટકાયત કરી હતી.

પાર્ટીની પ્રતીકાત્મક તસવીર

Rave Party Raid: થાણે પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એક ખાનગી સ્થળે ચાલી રહેલી રેવ પાર્ટીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ડ્રગ્સ અને દારૂનું ખુલ્લેઆમ સેવન થઈ રહ્યું હતું. આ દરમિયાન પોલીસે ઓછામાં ઓછા 100 યુવાનોની અટકાયત કરી હતી. સૂચનાના પગલે થાણે પોલીસની એક મોટી ટીમ રવિવારે વહેલી સવારે કાસરવડાવલી પોલીસ સ્ટેશન નજીક ઘોડબંદર રોડ પર પાર્ટી સ્થળ પર પહોંચી અને પરિસરમાં દરોડો પાડ્યો હતો.

એક બાતમીના આધારે, પોલીસની એક ટીમ રવિવારે વહેલી સવારે કાસરવડવલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ઘોડબંદર રોડ પર પાર્ટી સ્થળ પર પહોંચી અને પરિસરમાં દરોડો (Rave Party Raid) પાડ્યો હતો. સવાર સુધીમાં પોલીસે થાણે અને આસપાસના વિસ્તારોમાંથી 100 યુવાનોની અટકાયત કરી હતી. આ પછી તેને મેડિકલ ટેસ્ટ અને અન્ય પ્રોટોકોલ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં દારૂ, વિવિધ પ્રકારના ડ્રગ્સ, માદક દ્રવ્યો અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓ જપ્ત કરી છે.

મુંબઈમાં ખાનગી જગ્યાએ આયોજિત રેવ પાર્ટી (Rave Party Raid)માં જોરથી સંગીત, ગાન અને નૃત્ય ચાલી રહ્યું હતું. જો કે, કાર્યક્રમમાં પ્રવેશ માટે કોઈ ફી લેવામાં આવી હતી કે કેમ તે હજુ સુધી જાહેર થયું નથી. સ્થાનિક સામાજિક કાર્યકર ડૉ. બિનુ વર્ગીસએ જણાવ્યું હતું કે પાર્ટીનું સ્થળ પોલીસ મથકોથી થોડે દૂર હતું. નવાઈની વાત એ છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેના હોમ ટાઉનમાં આ કાર્યક્રમ અંગે પોલીસને કોઈ સુરાગ કેવી રીતે ન મળ્યો.

સોશ્યિલ મીડિયા દ્વારા મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યા

પ્રારંભિક માહિતી અનુસાર, મહેમાનોને સોશિયલ મીડિયા દ્વારા પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઈવેન્ટના આયોજકે સ્થળનું લોકેશન પણ શેર કર્યું હતું. આયોજક થાણેનો સ્થાનિક રહેવાસી હોવાનું કહેવાય છે.

સવારની કાર્યવાહી દરમિયાન ડેપ્યુટી પોલીસ કમિશનર શિવરાજ પાટીલ, સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિતના ટોચના અધિકારીઓ હાજર હતા. આ કાર્યવાહી બાદ, જિલ્લા અને મુંબઈ અને પુણે જેવા અન્ય શહેરોની પોલીસે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી પહેલા તકેદારી અને સુરક્ષા વધારી દીધી છે.

ઉલ્લેખનીય છે કે  નવા વર્ષની લોકોની તૈયારીઓને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે પણ કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. આવી સ્થિતિમાં મુંબઈ પોલીસને ગઈકાલે સાંજે એક ધમકીભર્યો ફોન આવ્યો છે. કોલ કરનારે દાવો કર્યો હતો કે મુંબઈમાં બ્લાસ્ટ થશે અને આટલું કહીને તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કોલ બાદ તમામ પોલીસ સ્ટેશન અને ક્રાઈમ યુનિટને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 

thane new year mumbai news mumbai police maharashtra news