બૉમ્બે HCએ Rapidoની કાઢી ઝાટકણી, મહારાષ્ટ્રમાં સેવાઓ બંધ, યુવા રોજગાર પર અસર

13 January, 2023 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એપ્લિકેશન દ્વારા બાઈક, ટેક્સી સર્વિસ અપાવનારી કંપની રેપિડોનું કહેવું છે કે તેણે તત્કાલ પ્રભાવથી મહારાષ્ટ્રમાં પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. રેપિડો અત્યાર સુધી લાઈસન્સ વગર જ ઑપરેટ થઈ રહ્યું હતું, જેને કારણે બૉમ્બે હાઈકૉર્ટે પણ તેને લતાડ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

એપ્લિકેશન દ્વારા બાઈક, ટેક્સી સર્વિસ અપાવનારી કંપની રેપિડોનું (Rapido) કહેવું છે કે તેણે તત્કાલ પ્રભાવથી મહારાષ્ટ્રમાં (Maharashtra) પોતાની સેવાઓ બંધ કરી દીધી છે. રેપિડો અત્યાર સુધી લાઈસન્સ વગર જ ઑપરેટ થઈ રહ્યું હતું, જેને કારણે બૉમ્બે હાઈકૉર્ટે (Bombay High Court) પણ તેને લતાડ્યા છે.

બૉમ્બે હાઈકૉર્ટમાં કેસની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકાર તરફથી રજૂ એડવોકેટ જનરલ ડૉ. બીરેન્દ્ર સરાફે કૉર્ટને જણાવ્યું હતું કે બાઈક ટેક્સીને રાજ્યમાં ચલાવવાની મંજૂરી નથી કારણકે આ માટે રાજ્યમાં કોઈપણ નીતિ કે ગાઈડલાઈન્સ નથી. તેમણે કહ્યું કે નિર્ણય લંબાવાને કારણે રેપિડોને રાજ્યમાં બાઈક ટેક્સી ન ચલાવવી જોઈએ.

જસ્ટિસ જીએસ પટેલ અને જસ્ટિસ એસજી ડિગેની પીઠે સહેમતિ દર્શાવી કે પૉલિસી બધા એગ્રીગેટર્સ માટે સરખી હોવી જોઈએ. કાં તો બધાને પરવાનગી આપવામાં આવે કાં તો નહીં.

સુનાવણી દરમિયાન સરાફે તે એગ્રીગેટર્સનું લિસ્ટ રજૂ કર્યું, લાઈસન્સ માટે જેમની અરજીઓ લંબાયેલી છે. તેમણે કહ્યું કે રેપિડો કોઈપણ લાઈસન્સ વગર ટેક્સી અને ઑટો રિક્શા ચલાવે છે. ત્યાર બાદ બૉમ્બે હાઈકૉર્ટે રેપિડોની ઝાટકણી કાઢતા તેણે પોતાની સેવાઓ લાઈસન્સ મળવા સુધી સસ્પેન્ડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રેપિડોએ કૉર્ટના નિર્દેશ બાદ આજે બપોરે એક વાગ્યાથી રાજ્યમાં પોતાની સેવાઓ બંધ કરવાને લઈને પોતાની સહેમતિ આપી છે. આમાં ટૂ-વ્હીલર પેસેન્જર સર્વિસ, ટુ-વ્હીલર પાર્સલ સર્વિસ અને ઑટો સર્વિસ સામેલ છે. આ બેન 20 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.

આ પણ વાંચો : મુંબઈ HCએ લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતની કેસમાંથી મુક્ત કરવાની અરજી ફગાવી દીધી

બૉમ્બે હાઈકૉર્ટે મહારાષ્ટ્રમાં બાઈક ટેક્સીની સ્વીકૃતિને લઈને પૉલિસી બનાવાવમાં અનિશ્ચિતતાને લઈને મંગળવારે રાજ્ય સરકારને પ્રશ્નો કર્યા હતા.

Mumbai mumbai news maharashtra