મહારાષ્ટ્રમાં રેપના દોષીઓને મળશે મૃત્યુદંડ, સરકારે આપી મંજૂરી

10 December, 2020 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્રમાં રેપના દોષીઓને મળશે મૃત્યુદંડ, સરકારે આપી મંજૂરી

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

મહારાષ્ટ્ર (Maharashtra)માં મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જઘન્ય અપરાધો પર અંકુશ લાદવા માટે રાજ્ય મંત્રીમંડળે બુધવારે એક વિધેયકની અરજીને મંજૂરી આપી દીધી, જેમાં દોષીઓ માટે મૃત્યુદંડ, આજીવન કારાવસ અને ભારે દંડ સહિત આકરી સજા અને મુકદમાની તરત સુનાવણીના પ્રવાધાન છે.

પ્રસ્તાવિત કાયદાને રાજ્યમાં લાગૂ પાડવા માટે વિધેયકની અરજીમાં ભાદંસં, સીઆરપીસી અને યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ (પૉક્સો) અધિનિયમની પ્રાસંગિક ધારાઓમાં સંશોધન કરવાનો પ્રસ્તાવ છે.

ગૃહમંત્રી અનિલ દેશમુખે બેઠક બાદ સંવાદદાતાઓને કહ્યું કે મંત્રીમંડળમાં અહીં એક બેઠકમાં વિધેયકની આ અરજીને મંજૂરી આપવામાં આવી અને આને આગામી શીતકાલીન સત્ર દરમિયાન રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરવામાં આવશે. વિધાનમંડળનું દ્વિદિવસીય શીતકાલીન સત્ર 14 ડિસેમ્બરથી મુંબઇમાં શરૂ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે વિધેયક વિધાનમંડળના બન્ને સદનમાં ચર્ચા માટે અરજી કરશે. આ કાયદાને પાસ થયા પછી 'શક્તિ અધિનિયમ' કહેવામાં આવશે. દેશમુખે કહ્યું કે આમાં 15 દિવસની અંદર કોઇપણ કેસની તપાસ પૂરી કરવાનો અને 30 દિવસની અંદર સુનાવણીનું પ્રાવધાન છે.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય
સામાન્ય પ્રશાસન-સેવા વિભાગ હેઠળ, કેબિનેટમાં આગામી સત્રમાં 2018-2019ની મહારાષ્ટ્ર લોક સેવા આયોગના વાર્ષિક રિપોર્ટની તાલિકાને મંજૂરી આપી. મનરેગા યોજનાના સંયોજનમાં મહારાષ્ટ્ર સરકાર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરન્ટી માટે એક રાજ્ય યોજના તરીકે 'શરદ પવાર ગ્રામ સમૃદ્ધિ યોજના' પણ લાગૂ પાડશે.

કોલ્હાપુરમાં 'DY પાટિલ એગ્રીકલ્ચર એન્ડ ટેક્નિરલ યૂનિવર્સિટી'ના નામે 'ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ યૂનિવર્સિટી મહારાષ્ટ્ર, 2020'ની સ્થાપના સંબંધિત વિધિયપ પણ પાસ કરવામાં આવ્યું અને એ સેલ્ફ- સપોર્ટિંગ યૂનિવર્સિટી બનાવવા માટે પણ પરવાનગી આપવામાં આવી.

આ પહેલા ગયા અઠવાડિયે, મંત્રીમંડળે જાતિ-આધારિત નામ ધરાવતી બધી કૉલોનીના નામ બદલવાના પ્રસ્તાવને પરવાનગી આપી હતી.

કેબિનેટ મંત્રી અસલમ શેખે કહ્યું કે આ જાતિ-આધારિત ઉપનિવેશોને બ્રિટિશ શાસન દરમિયાન સ્થાપિત કરવામાં આવ્યા હતા, લોકોને વિભાજીત કરવા માટે અને હવે દેશ માટે સમાદ સેવા કરનારા લોકોને નામે તેમનું નામ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ દરમિયાન, સરકારે નિર્ણય લીધો છે કે મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળાનું સત્ર આ વખતે મુંબઇને બદલે નાગપુરમાં થશે.

mumbai mumbai news maharashtra uddhav thackeray