મેટ્રો કારશેડની આરે કૉલોનીની સાઇટમાંથી મળેલા અવશેષો વિશે મૌન કેમ?

17 September, 2019 08:08 AM IST  |  મુંબઈ

મેટ્રો કારશેડની આરે કૉલોનીની સાઇટમાંથી મળેલા અવશેષો વિશે મૌન કેમ?

અવશેષો

લગભગ બે વર્ષ પહેલાં આરે કૉલોનીમાં મેટ્રો-થ્રી કારશેડના સ્થળે બાંધકામ કરી રહેલા મજૂરોને પુરાતત્વના અવશેષ મળી આવ્યા હતા, જેને તત્કાળ મુંબઈ યુનિવર્સિટીના આર્કિયોલૉજિકલ વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. આ અવશેષોના ખોદકામના સ્થળે તેમ જ મુંબઈ યુનિવર્સિટીમાં લઈ જવાયા બાદ ફોટો પાડવામાં આવ્યા હતા, જે હાલમાં યુનિવર્સિટીમાં રાખવામાં આવ્યા છે.

‘મિડ-ડે’ના ફોટોગ્રાફરોએ આ ફોટો એક સ્વતંત્ર પુરાતત્વ નિષ્ણાતને બતાવ્યા જેમણે આ સ્ટ્રક્ચર એક સ્તંભ જેવું હોવાની વાતને સમર્થન આપ્યું હતું. ચિત્રમાં જણાતું હતું કે આરેમાં કેટલાંક સ્થાપત્યો મળી આવ્યાં છે. જોકે આને વિશે કોઈ સ્પષ્ટ માહિતી નહોતી.

પુરાતનકાળમાં જ્યારે રાજા-મહારાજાઓ જમીન કે અન્ય કોઈ ચીજ દાન કરતા હતા ત્યારે તેની સાથે જ ચાર-પાંચ ફુટની ઊંચાઈ ધરાવતો સ્તંભ પણ આપતા હતા જે સંબંધિત ચીજ કે જમીન દાનમાં આપવામાં આવી હોવાથી એના પર કોઈ પ્રકારનો વેરો લાદી શકાય નહીં એવું જણાવતા હતા. ફોટોમાં સૂર્ય, ચંદ્ર અને એક ક‍ળશ જોવા મળી રહ્યાં હતાં જેનો અર્થ એમ પણ કરી શકાય કે જ્યાં સુધી સૂરજ-ચંદ્ર રહેશે ત્યાં સુધી આ જમીન દાનની ગણાશે અને એના પર કોઈ પ્રકારનો વેરો લાગુ પડશે નહીં. નિષ્ણાતોના મતે સ્તંભનો ઉપરનો ભાગ ખોદી કાઢવામાં આવ્યો છે, જ્યારે નીચેનો હિસ્સો હજી જમીનમાં જ દટાયેલો પડ્યો છે. ફોટો પરથી સ્તંભ ૧૨ કે ૧૪મી સદીનો જણાય છે. જે સમયે મુંબઈ બિંબસ્થાન તરીકે ઓળખાતું હતું અને એના પર રાજા હિંબારરાવનું શાસન હતું.

આ પણ વાંચો : મયંક વૈદે ૪૬૩ કિલોમીટર ઍન્ડ્રુરોમન રેસ જીતીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો

મેટ્રોના અધિકારીઓ આ સંબંધે મૌન સેવી રહ્યા છે તેમ જ પુરાતત્વનિષ્ણાતો પણ મોઢું નથી ખોલી રહ્યા. આ સ્તંભ ક્યાંથી મળ્યો એ વિશે પણ પુરાતત્વવિદો જુદા-જુદા સ્થળનાં નામ આપી રહ્યા છે. ૨૦૧૬માં પણ આરે કૉલોની નજીક આવેલા મરોલ તેમ જ અન્ય સ્થળોએથી પુરાતત્ત્વના અવશેષ મળ્યા છે.

mumbai metro mumbai university aarey colony mumbai news ranjeet jadhav