બુલેટ ટ્રેનનું કામ શરૂ કરતાં થાણે ખાડી પરની અસરનો અભ્યાસ કરવા આદેશ

22 April, 2019 11:16 AM IST  |  | રણજિત જાધવ

બુલેટ ટ્રેનનું કામ શરૂ કરતાં થાણે ખાડી પરની અસરનો અભ્યાસ કરવા આદેશ

બુલેટ ટ્રેન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ હાઈ સ્પિડ રેલ પ્રોજેક્ટને મિનિસ્ટરી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ અને ક્લાઇમેટની એક્સપર્ટ અપ્રેઝલ કમિટીએ લીલી ઝંડી આપી દીધી છે પણ અમુક શરતો મૂક્યા બાદ.

પાંચ એપ્રિલે આ પ્રોજેક્ટને મંજૂરી આપતી વખતે કમિટીએ કહ્યું હતું કે ‘બુલેટ ટ્રેનનું કામ ચાલુ કરતાં પહેલાં થાણે ખાડીના ફ્લેમિંગો સેન્ચુરીમાં કન્સ્ટ્રક્શનની શું અસર પડશે એનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. જ્યાં સુધી બુલેટ ટ્રેનનું કામ શરૂ નહીં થાય ત્યાં સુધી તમામ કન્સ્ટ્રક્શનની શું આડઅસરો થશે એ સમજી શકાશે નહીં એવી રજૂઆત નૅશનલ હાઈ સ્પિડ રેલ કૉર્પોરેશને કરી હતી. આ રજૂઆત એક્સપર્ટ અપ્રેઝલ કમિટીએ અમાન્ય રાખી હતી.

થાણેની ખાડીમાં મૅન્ગ્રોવ્સને નુકસાન ન પહોંચે એ માટે ટનલનો રૂટ અપનાવતા કમિટીએ રેલ કૉર્પોરેશનની પ્રસંશા કરી હતી, પણ બીજી બાજુ બુલેટ ટ્રેનના કન્સ્ટ્રક્શન પરિણામોના અસરનો અભ્યાસ યોગ્ય રીતે ન થયો હોવાનો મત વ્યક્ત કર્યો હતો. થાણેની ખાડીમાં એક લાખથી વધુ ફ્લેમિંગો આવતાં હોવાથી આ મુદ્દો ધ્યાનમાં રાખવામાં આવ્યો છે. એમટીએચએલ, એનએમઆઇએલ અને અન્ય બાંધકામોના કારણે આ વિસ્તાર હમણાં તાણમાં છે એથી હવે બુલેટ ટ્રેનના બાંધકામથી ખાડીમાં શું નુકસાન થઈ શકે છે એ પહેલાંથી જાણી એની માટે અગમચેતીનાં પગલાં લેવાથી પ્રોજેક્ટનું કામ વધુ ટકાઉ બનશે.

એક્સપર્ટ અપ્રેઝલ કમિટીના જણાવ્યા અનુસાર ‘બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ક્લાસ એ પ્રોજેક્ટ છે જેના કારણે પર્યાવરણ પર અમુક આડઅસરો થાય એવું પણ બની શકે છે. એથી સોસાયટી અને પર્યાવરણ બન્નેને ધ્યાનમાં લઈને સ્થળાંતરનાં પરિણામો પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો : કર્જ ચૂકવવાના ટેન્શનમાં યુવાન ટેલરે રેલવેના પાટા પર સૂઈને કરી આત્મહત્યા

મુંબઈ અને થાણેના કુલ ૫૩,૪૬૭ મૅન્ગ્રોવ્સ બુલેટ ટ્રેન માટે રસ્તો કરી શકે છે. એક્સપર્ટ અપ્રેઝલ કમિટીએ એમએચએસઆરને કહ્યું છે કે ‘ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ મૅન્ગ્રોવ્સનાં જતન અને કાળજી લેવા માટે યોજના બનાવે.

mumbai ahmedabad mumbai news