BESTના બસ-મેકૅનિકની આ મસ્ત રંગોળી જોઈ લો

04 October, 2025 08:39 AM IST  |  Mumbai | Alpa Nirmal

આર્ટિસ્ટે વડા પ્રધાનનાં યશસ્વી કાર્યોને ચાર ફુટ બાય દોઢ ફુટમાં સરસ થીમ સાથે આલેખ્યાં છે

ભારતીય સેનાનાં પરાક્રમોને ઉજાગર કરતી આ રંગોળીનું ઇન્ટરેસ્ટિંગ પાસું હતું નોટ પર લખાયેલું વચન

૧૯૪૭થી ધ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST) અંતર્ગત દશેરાની પૂર્વસંધ્યાએ રંગોળી અને સજાવટની સ્પર્ધા યોજાય છે.

એમાં બેસ્ટનો બૅક-ઑફિસ સ્ટાફ, બસના ડ્રાઇવરો અને કન્ડક્ટરો સહિત બસના મેકૅનિક, પેઇન્ટર અને ફિટરથી લઈને ટિકિટચેકર, ટ્રાફિક નિયામક - ઇન શૉર્ટ બધા કર્મચારીઓ રંગોળી કે સજાવટની સ્પર્ધામાં ભાગ લે છે. રંગોળી તેમ જ ઑફિસ અને ડેપોની સજાવટની આ કૉમ્પિટિશનમાં લેડીઝ અને જેન્ટ્સનો ભિન્ન વિભાગ રહે છે. આ ઉપરાંત રંગોળીમાં એ, બી, સી કૅટેગરી રહે છે. આ સ્પર્ધામાં ‘એ’ કૅટેગરીમાં સાયનના અણિક ડેપોમાં બસ-મેકૅનિકની ફરજ બજાવતા યતિન પિંપળેની વિજેતા રંગોળી કંઈક હટકે છે. આ રંગોળી પાંચસો રૂપિયાની નોટની છે અને એમાં ૫૭ વર્ષના આ આર્ટિસ્ટે વડા પ્રધાનનાં યશસ્વી કાર્યોને ચાર ફુટ બાય દોઢ ફુટમાં સરસ થીમ સાથે આલેખ્યાં છે. ભારતીય સેનાનાં પરાક્રમોને ઉજાગર કરતી આ રંગોળીનું ઇન્ટરેસ્ટિંગ પાસું હતું નોટ પર લખાયેલું વચન. - અલ્પા નિર્મલ

mumbai news mumbai brihanmumbai electricity supply and transport dussehra navratri culture news