રામાયણ સિરિયલના રામ-લક્ષ્મણે ચુકાદાને આવકાર્યો

10 November, 2019 10:57 AM IST  |  Mumbai

રામાયણ સિરિયલના રામ-લક્ષ્મણે ચુકાદાને આવકાર્યો

(મિડ-ડે પ્રતિનિધિ) ટીવીની ઐતિહાસિક સિરિયલ ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ અને લક્ષ્મણની ભૂમિકા નિભાવનાર કલાકાર સુનીલ લહરીએ ગઈ કાલે સુપ્રીમ કોર્ટે અયોધ્યાના મામલે આપેલા ચુકાદાનું સ્વાગત કર્યું હતું.

હું ચુકાદાને આવકારૂ છું : અરૂણ ગોવિલે
રામના રૂપમાં ઘરે-ઘરે પહોંચી ગયેલા અભિનેતા અરુણ ગોવિલે ચુકાદા વિશે કહ્યું હતું કે ‘હું આ ચુકાદાને આવકારું છું. એક ભારતીય તરીકે હું માનું છું કે આ ચુકાદાને જાતિ, ધર્મથી ઉપર ઊઠીને એક ગૌરવશાળી ભારતીયના રૂપમાં જોવો જોઈએ. આ સમસ્યા જે ખૂબ લાંબા સમયથી ચાલી આવતી હતી એનો અંત આવ્યો છે એ સારી વાત છે. કોઈ પણ મુશ્કેલી લાંબા સમય સુધી અટકી રહે તો માનસિક પરેશાની કરતી રહે છે. આપણે ચુકાદાનો આદર કરવો જોઈએ અને ધર્મની આગળ જઈને દેશ બાબતે વિચારવું જોઈએ.’

આ પણ જુઓ : આ ગુજરાતીઓએ કુદરતની વચ્ચે જાત સાથે વીતાવ્યો સમય

આ માણસાઇની જીત છે : સુનીલ લહરી
લક્ષ્મણની ભૂમિકા ભજવનારા સુનીલ લહરીએ કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે આ કોઈ એક ધર્મ-સમુદાયનો વિજય છે. આ માણસાઈની જીત છે. આથી દરેકે આ ચુકાદાનું સન્માન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટના જસ્ટિસોએ ખૂબ તપાસ-ચકાસણી કરીને આ ફેંસલો લીધો છે તો બધાએ એનો આદર કરવો જોઈએ અને શાંતિ, સ્નેહ અને ભાઈચારો રાખવો જોઈએ.’

national news mumbai news ayodhya ayodhya verdict