ચાર્જશીટ દાખલ થતાં જ રાજ કુન્દ્રાએ જામીન માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યાં

13 December, 2021 07:13 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોલીસે ચાર્જશીટ દાખલ કરતા જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે.

રાજ કુન્દ્રા

બોલ્ડ સામગ્રી બનાવવા અને વેચવાના આરોપી ઉદ્યોગપતિ રાજ કુન્દ્રા સામે મુંબઈ પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. પોલીસે ચાર્જશીટ દાખલ કરતા જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટના દરવાજા ખટખટાવ્યાં છે. રાજ કુંદ્રાએ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી કરી છે. આ સાથે જ રાજે કોર્ટને જામીન અરજી મંજૂર કરવાની વિનંતી કરી છે, કારણ કે હવે મુંબઈ પોલીસે તેની ચાર્જશીટ દાખલ કરી છે, તેથી કોર્ટ તેને જામીન આપી શકે છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પોર્નોગ્રાફી કેસમાં દોષિત ઠેરવતા રાજ કુન્દ્રા સહિત ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટ દાખલ થયા બાદ રાજ કુન્દ્રાએ પોતાની જામીન અરજી દાખલ કરતી વખતે દાવો કર્યો હતો કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પુરાવો છે કે તેની વિરુદ્ધ તપાસ પૂરી થઈ ગઈ છે, તેથી હવે તે જામીન પર બહાર આવી શકે છે.

બાર અને બેન્ચના રિપોર્ટ મુજબ, ચાર્જશીટ દાખલ થયા બાદ રાજ કુંદ્રાએ પોતાની જામીન અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ પુરાવો છે કે તેની વિરુદ્ધ તપાસ પૂરી થઈ ગઈ છે, તેથી હવે તે જામીન પર બહાર આવી શકે છે. રાજ કુંદ્રાએ દાવો કર્યો છે કે ચાર્જશીટમાં નોંધાયેલા 9 માંથી 8 લોકોને કોર્ટમાંથી જામીન મળ્યા છે ત્યારે તેમણે આ કદમ ઉઠાવ્યું છે.

એડવોકેટ પ્રશાંત પાટીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મારફતે, કુન્દ્રાએ હવે સહ-આરોપીઓ સાથે સમાનતા દર્શાવતા જામીન માંગ્યા છે. રાજ કુંદ્રાએ પોતાની જામીન અરજીમાં એવી દલીલ પણ કરી હતી કે પ્રથમ ચાર્જશીટમાં તેમની સામે કોઈ પુરાવા ન હોવા છતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ પછી, તેની વિરુદ્ધ પ્રેરિત તપાસ હાથ ધરવામાં આવી હતી, જે પછી હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

રાજ કુન્દ્રા એ કંપની સાથે સંકળાયેલા હતા, જેમની મોબાઈલ એપ માત્ર 10 મહિના માટે બોલીફેમ અને હોટશોટ ચાલી છે. આ સમયગાળા દરમિયાન રાજ કુન્દ્રાએ AMPL ના કેટલાક ગ્રાહકો સાથે વાતચીત કરી, પરંતુ કોઈપણ કોન્ટેન્ટના નિર્માણમાં તેઓ સક્રિય નહોતા. તેમણે COVID-19 પરિસ્થિતિ દરમિયાન સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કર્યો છે.  સાક્ષીઓના જણાવ્યા અનુસાર, તે સ્પષ્ટ છે કે પીડિતો પુખ્ત વયના હતા અને તેઓએ પોતાની મરજીથી વીડિયો શૂટિંગ કર્યું હતું.

mumbai mumbai police raj kundra mumbai news