ખેડૂતોએ પ્રધાનનો કાફલો રોકીને લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી

19 October, 2020 10:22 AM IST  |  Mumbai | Agency

ખેડૂતોએ પ્રધાનનો કાફલો રોકીને લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી

પ્રતીકાત્મક તસવીર

કમોસમી વરસાદને કારણે નુકસાન સહન કરનારા ખેડૂતોએ રાજ્યના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવાર સમક્ષ રાજ્યમાં લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી છે. ગઈ કાલે નાંદેડના સાલગરા ગામમાં ખેડૂતોએ વિજય વડેટ્ટીવારનો કાફલો રોકીને જણાવ્યું હતું કે અમને સર્વેક્ષણના પ્રવાસો નહીં, તાત્કાલિક રાહત અને સહાયની જરૂર છે. કાફલો રોકનારા ખેડૂતોએ તેમની માગણી ન સંતોષાય તો મુંબઈમાં આંદોલન કરવાની ધમકી આપી હતી. ખેતી માટે લોન મેળવવામાં પડતી મુશ્કેલીઓ પણ ખેડૂતોએ વડેટ્ટીવારને જણાવી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી ભારે કમોસમી વરસાદને કારણે નુકસાનનો અંદાજ મેળવવા માટે નાંદેડનનાં ગામડાંનો પ્રવાસ કર્યા બાદ વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું કે ‘સર્વેક્ષણનો અહેવાલ પ્રાપ્ત થયા પછી ખેડૂતોને સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારે અગાઉ નાણાકીય સહાયનનાં ધારાધોરણોમાં ફેરફાર કરીને નિસર્ગ વાવાઝોડાથી પીડિત લોકોને સહાય આપી હતી. એવી જ રીતે વિદર્ભના પૂરગ્રસ્તોને ૧૮૦ કરોડ રૂપિયાની સહાય કરી હતી. આ વખતે કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોને રાજ્ય સરકાર તરફથી સહાય કરવા ઉપરાંત કેન્દ્ર સરકાર પાસે પણ સહાયની માગણી કરવામાં આવશે.’

mumbai mumbai news nanded maharashtra