રેલવે લાઇનની નીચેથી પસાર થતો મુંબઈનો સૌથી પહેલો ફુટ અન્ડરબ્રિજ

28 April, 2022 09:00 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

આ બ્રિજનો ઉપયોગ મુખ્ય લાઇનની ટ્રેનો બદલવા માટે સીએસએમટી-બાઉન્ડ પ્લૅટફૉર્મથી બીજી તરફ સ્વિચ કરવા માટે કરવામાં આવે છે

ફુટ અન્ડરબ્રિજ બન્ને પ્લૅટફૉર્મને હાર્બર લાઇન પર કનેક્ટ કરે છે

મુંબઈ રેલવેને એનો પ્રથમ ફુટ અન્ડરબ્રિજ (એફયુબી) મળ્યો છે. એલિવેટેડ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનની વિચિત્ર ડિઝાઇનને કારણે રેલવેએ એક ફુટ અન્ડરબ્રિજ બનાવ્યો છે જે હાર્બર લાઇન પરનાં બન્ને પ્લૅટફૉર્મને જોડાય છે. એલિવેટેડ સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશનનો જૂનો રેગ્યુલર બ્રિજ આજથી રિપેરિંગ હેઠળ છે.  

એફયુબીની ડિઝાઇન એવી છે કે મુસાફરો રેલવે પરિસરની બહાર ગયા વિના જ સરળતાથી હાર્બર લાઇનના પ્લૅટફૉર્મ-નંબર ૩ અને ૪ વચ્ચે હેરફેર કરી શકશે. આ એફયુબી સ્ટેશનના ઉત્તર છેડા પર આવેલો છે તથા એ નિયમિત પ્રવાસીઓને ખૂબ જ મદદરૂપ પુરવાર થયો છે એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

આ વર્ષની શરૂઆતમાં જે પુલ ખોલવામાં આવ્યો હતો એ બે રેલ લાઇનની નીચેનું જોડાણ છે અને એમાં વાડીબંદર યાર્ડ અને પી ડી’મેલો રોડથી બહાર નીકળવા માટેના રસ્તા માટે સીડીની ઍક્સેસ પણ છે.

આ બ્રિજનો ઉપયોગ મુખ્ય લાઇનની ટ્રેનો બદલવા માટે સીએસએમટી-બાઉન્ડ પ્લૅટફૉર્મથી બીજી તરફ સ્વિચ કરવા માટે કરવામાં આવે છે. આ પુલ સ્ટેશનમાં સમાવિષ્ટ છે અને રેલવેલાઇનની નીચેથી પસાર થાય છે. આવું પહેલી વાર જોયું છે એમ ઉમરખાડીના રહેવાસી અંકુશ વારિકરે જણાવ્યું હતું.  

આશાવરી ઘોલપે જણાવ્યું હતું કે ‘પુલ પર લાઇટિંગ સારી છે તથા ઘણો ઉજાસ વર્તાય છે. જોકે પુલની બાજુમાં ઘણીબધી ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓ અને અનિચ્છનીય તત્ત્વો ઘૂસી રહ્યાં હોવાથી રેલવેએ પુલના પટમાં સુરક્ષા વધારવી જોઈએ. પુલને મુસાફરો માટે સુરક્ષિત બનાવવા માટે સુરક્ષામાં સુધારો કરવો જોઈએ.’

સદીઓથી વધુ જૂનું સૅન્ડહર્સ્ટ રોડ સ્ટેશન મુખ્ય અને હાર્બર લાઇનનું જંક્શન સ્ટેશન છે અને મૂળ આર્કિટેક્ચરનો મોટો ભાગ જાળવી રાખે છે. એ ૧૯૨૫માં શરૂ કરવામાં આવેલું ભારતનું પ્રથમ એલિવેટેડ સ્ટેશન છે. એલિવેટેડ સ્ટેશનનો ઉપયોગ હાર્બર લાઇન દ્વારા કરવામાં આવે છે, જ્યારે મુખ્ય લાઇનની ટ્રેનો દ્વારા ગ્રાઉન્ડ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવે છે. 

mumbai mumbai news indian railways western railway rajendra aklekar