17 March, 2024 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : સૈયદ સમીર અબેદી
કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની ૬૩ દિવસથી ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રા ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ગઢ થાણેમાંથી પસાર થઈ હતી. આ સમયે મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના સમર્થકો જોવા મળ્યા હતા. બાદમાં યાત્રા મુલુંડથી વિક્રોલી થઈને સાંજે દાદરના શિવાજી પાર્કસ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરના સ્મારક ચૈત્યભૂમિ પહોંચી હતી. અહીં રાહુલ ગાંધીએ ભારતના બંધારણની પ્રસ્તાવનાનું પઠન કરીને પોતાની યાત્રાનું સમાપન કર્યું ત્યારે તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતાં. આજે શિવાજી પાર્કમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.