ચોરોએ વિધાનસભ્યોને પણ ન છોડ્યા

26 June, 2019 10:23 AM IST  |  | ખુશાલ નાગડા

ચોરોએ વિધાનસભ્યોને પણ ન છોડ્યા

ચોરોએ વિધાનસભ્યોને પણ ન છોડ્યા

મુંબઈમાં ચોમાસુ અધિવેશન શરૂ થઈ ગયું છે અને એમાં હાજરી આપવા બુલઢાણાના કૉન્ગ્રેસના વિધાનસભ્ય રાહુલ બોન્દ્રે તેમનાં પત્ની વૃષાલી સાથે રવિવારે મલકાપુરથી વિદર્ભ એક્સપ્રેસમાં મુંબઈ આવી રહ્યા હતા ત્યારે સોમવારે સવારે ૭ વાગ્યે તેઓ ઊતરવાની તૈયારી કરી રહ્યાં હતાં ત્યારે કલ્યાણ સ્ટેશને એક ચોર વૃષાલી બોન્દ્રેના હાથમાંથી પર્સ છીનવીને ભાગી ગયો હતો. જોકે ચોરની પાછળ વિધાનસભ્ય દોડ્યા હતા, પણ તે હાથમાં નહોતો આવ્યો. એ પર્સમાં કૅશ ૨૬,૦૦૦ રૂપિયા અને રાહુલ બોન્દ્રેના આઇડી તથા ઈમ્પોર્ટેડ ડૉક્યુમેન્ટ હતા. બોન્દ્રેએ કલ્યાણ જીઆરપી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં એ જ દિવસે જાલનાથી દેવગિરિ એક્સપ્રેસમાં શિવસેનાના વિધાનસભ્ય સંજય રાયમુલકર અને શશિકાંત ખેડેકર પણ ચોમાસુ અધિવેશનમાં હાજરી આપવા મુંબઈ આવી રહ્યા હતા ત્યારે સવારે કલ્યાણ સ્ટેશને ઊતરવા માટે ઊંઘમાંથી જાગ્યા ત્યારે તેમને ખબર પડી હતી કે તેમના ખિસ્સામાંથી કોઈકે મોબાઇલ અને ૧૦,૦૦૦ રૂપિયા સેરવી લીધા છે. એ ઉપરાંત શશિકાંત ખેડેકરની બૅગ પણ બ્લૅડ વડે કાપી નાખ્યાનું જોવા મળ્યું હતું. બોન્દ્રેએ વિધાનસભાના અધ્યક્ષને પણ ચોરીની જાણ કરી હતી અને તેમણે તપાસનો આદેશ આપી દીધો છે.

આ પણ વાંચો: વર્ષા બંગલાનું એક જ વૉટર બિલ વારંવાર મોકલાતું હતું : ફડણવીસ

mumbai news mumbai crime news gujarati mid-day