લોણાર લૅકનાં પાણીના ગુલાબી રંગ માટે હેલોઆર્કિયા સૂક્ષ્મ જીવો જવાબદાર

23 July, 2020 11:08 AM IST  |  Pune | Agencies

લોણાર લૅકનાં પાણીના ગુલાબી રંગ માટે હેલોઆર્કિયા સૂક્ષ્મ જીવો જવાબદાર

લોણાર લૅક

મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં આવેલા લોણાર લૅકનાં પાણીનો રંગ ખારાશમાં રહેતા ‘હેલોઆર્કિયા’ સૂક્ષ્મ જીવોની વ્યાપક હાજરીના કારણે ગુલાબી થઈ ગયો છે, એમ પુણેસ્થિત સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના આધારે માલૂમ પડ્યું હતું.

હેલોઆર્કિયા અથવા હેલોફિલિક આર્કિયા એ બેક્ટેરિયા કલ્ચર છે, જે ગુલાબી પિગમેન્ટ પેદા કરે છે અને તે મીઠાનું વધુ પ્રમાણ ધરાવતાં પાણીમાં મળી આવે છે, એમ અગરકર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. પ્રશાંત ધાકેફાલકરે જણાવ્યું હતું.

આશરે ૫૦,૦૦૦ વર્ષ અગાઉ પૃથ્વી પર ઉલ્કાપિંડ અથડાયા બાદ રચાયેલું અંડાકાર લોણાર લૅક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.

તાજેતરમાં આ તળાવનું પાણી ગુલાબી રંગનું થઈ ગયું હતું, જેના કારણે માત્ર સ્થાનિકો જ નહીં, બલ્કે પ્રકૃતિપ્રેમીઓ અને વિજ્ઞાનીઓમાં પણ આશ્ચર્ય ફેલાઈ ગયું હતું.

આ પણ વાંચો : મુંબઈ: માથેરાનમાં ફ્યુનિક્યુલર રેલવે દોડાવવાનો પ્રસ્તાવ

રાજ્યના વન વિભાગે બૉમ્બે હાઈ કોર્ટને ગયા મહિને જણાવ્યું હતું કે તેણે તળાવનાં પાણીનાં સેમ્પલ એકઠાં કર્યાં હતાં અને તેને નાગપુર સ્થિત નૅશનલ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એનઇઇઆર) અને પુણેની અગરકર રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં.

mumbai mumbai news pune pune news maharashtra