પુત્રપ્રાપ્તિની વિવાદિત ટિપ્પણી બદલ ઇન્દુરીકર મહારાજ વિરુદ્ધ કેસ દાખલ

27 June, 2020 01:04 PM IST  |  Pune | Agencies

પુત્રપ્રાપ્તિની વિવાદિત ટિપ્પણી બદલ ઇન્દુરીકર મહારાજ વિરુદ્ધ કેસ દાખલ

મહારાજ ઇન્દુરીકર

સમાગમના સમય અને બાળકના લિંગ મામલે કથિત ટિપ્પણી કરવા બદલ લોકપ્રિય મરાઠી કીર્તનકાર નિવૃત્તિ મહારાજ ઇન્દુરીકર સામે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

ચાલુ વર્ષના પ્રારંભમાં અહેમદનગરના એક ગામમાં કીર્તન દરમ્યાન ઇન્દુરીકરે જણાવ્યું હતું કે દંપતી બેકી દિવસોમાં સમાગમ કરે તો પુત્રપ્રાપ્તિ થાય છે, જ્યારે એકી સંખ્યા ધરાવતી તારીખમાં સમાગમ કરવાથી પુત્રીજન્મ થાય છે.

વાઇરલ થયેલા વિડિયોમાં તેઓ આગળ એમ કહેતા સંભળાય છે કે ‘અશુભ સમયે કરવામાં આવેલા સમાગમથી જન્મતું બાળક પરિવારને બદનામ કરે છે. જો સમાગમનો સમય ચૂકાઈ ગયો તો સંતાનની ગુણવત્તા નબળી હશે.’

અદાલતમાં કેસ દાખલ કરનાર સંગમનેરના હેલ્થ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. ભાસ્કર ભાવરે જણાવ્યું હતું કે ‘એક મુંબઈસ્થિત પત્રકાર અને સંગમનેર સ્થિત સામાજિક કાર્યકર તથા એડ્વોકેટ રંજના ગાવંડેએ વહીવટી તંત્રનો સંપર્ક સાધીને ઇન્દુરીકર વિરુદ્ધ ફરિયાદ કરી હતી. પરિણામે પીસીપીએનડીટી સમિતિની બેઠક દરમ્યાન આ મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો અને ઇન્દુરીકર મહારાજ વિરુદ્ધ ગુનો દાખલ કરવાનું સર્વાનુમતે નક્કી થયું હતું.’

mumbai mumbai news pune maharashtra Crime News