16 July, 2026 12:16 PM IST | Pune | Gujarati Mid-day Online Correspondent
સિયા ગોયલ અને મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તુકારામ મુંઢેની ફાઇલ તસવીર
કેતન અગ્રવાલની હત્યા (Ketan Agarwal Murder Case)ને કારણે ચર્ચામાં આવેલ સિયા ગોયલનો પરિવાર હવે એક નવા જ પ્રકરણને લીધે ચર્ચામાં આવ્યો છે. હાલમાં મહારાષ્ટ્રમાં રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વમાં મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ જ કાર્યવાહીના ભાગરૂપે સિયા ગોયલના પરિવારની કંપની FDAના સકંજામાં (Pune FDA Raid) આવી છે.
મળી રહેલા રિપોર્ટ્સ અનુસાર પુણેના માર્કેટ યાર્ડ એરિયામાં આવેલી એમ/એસ બીજી ગોયલ એન્ડ કંપની (M/S BG Goyal & Company) પર એફડીએની ટીમે રેઈડ (Pune FDA Raid) પાડી હતી. આ શૉપ સિયાના પિતા પ્રવીણ ગોયલની છે. તપાસ સામે આવ્યું છે કે આ કંપનીમાં ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. આ જ કારણોસર અત્યારે કંપનીને આગામી નિર્દેશન આપવામાં ન આવે ત્યાં સુધી બિઝનેસ બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે.
એફડીએના અધિકારીઓએ `સંત` અને `સાધુ` આ બ્રાન્ડ હેઠળ વેચાતી હળદર, તલ અને સોયા મીની ચન્ક્સની તપાસ કરી હતી. તપાસમાં કુલ 8,14,630 રૂપિયાની કિંમતની 4,172 કિલો જેટલો ખાદ્યપદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ આખી તપાસ બાબતે એફડીએ (FDA)એ ફોડ પાડતાં જણાવ્યું હતું કે લેબલિંગ એરર અને ભેળસેળની શક્યતાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી હાથ (Pune FDA Raid) ધરાઇ હતી. ચાર સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
એફડીએના અધિકારીઓના જણાવ્યાનુસાર ઇન્વેસ્ટિગેશન દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું સામે આવ્યું છે, આ સાથે જ લાઇસન્સ સંબંધિત જરૂરી સુધારાઓ પણ કરવામાં આવ્યા ન હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આ જ કારણોસર અત્યારે કંપનીને હાલ તમામ બિઝનેસ એક્ટિવિટી બંધ રાખવાનો નિર્દેશ અપાયો છે. સેમ્પલસનો લેબોરેટરીમાંથી એકવાર રિપોર્ટ આવી જાય ત્યારબાદ આખું ચિત્ર સ્પષ્ટ થશે કે આ કંપનીના પ્રોડક્ટ્સ ધોરણો મુજબ છે કે નહીં, અને જો તેમ કોઈ ચૂક જણાવી આવશે તો કંપની વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી (Pune FDA Raid) કરવામાં આવશે.
તાજેતરમાં જ બનેલ કેતન અગ્રવાલ મર્ડર કેસે આખા દેશમાં ચકચાર જગવી છે. ૨૦ વર્ષની સિયા ગોયલ અને તેના ૨૨ વર્ષના આશિક ચેતન ચૌધરીએ મળીને ૧૮ જૂનના રોજ પુણેના લોહગઢ કિલ્લા પરથી કેતનને ધક્કો મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. સિયા ગોયલ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે. આ ગંભીર ગુનાની ચર્ચા (Pune FDA Raid) વચ્ચે હવે તેના પરિવારની કંપની પર એફડીએના દરોડા અને બિઝનેસ બંધ થવાની નોટિસને કારણે આ ફરી એકવાર ગોયલ ફૅમિલી ચર્ચાનું કારણ બની છે.