મુંબઈ: આતંકવાદીનો ડ્રેસ પહેરવાનું કલાકારને ભારે પડ્યું

29 May, 2019 07:36 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ: આતંકવાદીનો ડ્રેસ પહેરવાનું કલાકારને ભારે પડ્યું

આતંકવાદીના વેશમાં કલાકાર.

વસઈમાં એક બૅન્કના વૉચમૅને જાગૃતતા દેખાડી અને આતંકવાદીના ડ્રેસમાં રહેલી વ્યક્તિને આતંકવાદી સમજીને તાત્કાલિક માણિકપુર પોલીસને જાણ કરી હતી. વૉચમૅને પોલીસને જાણ કરી હતી કે વસઈમાં રસ્તા પર એક આતંકવાદી ફરી રહ્યો છે એથી પોલીસ તરત જ અલર્ટ થઈ ગઈ અને એ પરિસરમાં આવી પહોંચી હતી. જોકે પોલીસે એ બાદ તપાસ કરતાં તે વ્યક્તિ આતંકવાદી તો નહીં, પરંતુ કાસ્ટિંગ એજન્સીનો જુનિયર આર્ટિસ્ટ હોવાથી ફિલ્મના શૂટિંગ વખતે આતંકવાદીનો ગેટ-અપ લીધો હતો જે તે શૂટિંગ બાદ બદલવાનો ભૂલી ગયો હતો.

બૅન્કના વૉચમૅનનું સન્માન કરી રહેલી પોલીસ.

આ બનાવ વિશે માહિતી આપતાં વસઈના ઍડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ વિજયકાંત સાગરના કહેવા પ્રમાણે ‘આ આર્ટિસ્ટ શૂટિંગ બાદ તેનો કૉશ્ચ્યુમ બદલવાનો ભૂલી ગયો હતો. શૂટિંગ વખતે તે આતંકવાદીનો રોલ કરતો હતો અને તે પ્રોડક્શન હાઉસની કારમાં ભારત કો-ઑપરેટિવ બૅન્ક પાસે પાનની દુકાન પર આવ્યો હતો. એ વખતે બૅન્કના વૉચમૅન અનિલ મહાજને તેને જોયો અને તેને તે વ્યક્તિ શંકાસ્પદ લાગતાં પોલીસને તરત જાણ કરી હતી. તે વ્યક્તિની પૂછપરછ કરતાં તે વસઈમાં એક મૂવીના શૂટિંગમાં તેને આતંકવાદીનો રોલ અપાયો હતો. એ દિવસની શૂટિંગ પૂરી થયા બાદ તે વ્યક્તિ દુકાને આવ્યો હતો. એમ છતાંય અમે પ્રોડક્શન હાઉસ મૅનેજરને બોલાવ્યો હતો અને તેણે સ્ક્રીપ્ટ સાથે અન્ય પરવાનગીઓ દેખાડી હતી. વેરિફિકેશન બાદ તે વ્યક્તિને છોડી મુકાઈ હતી.’

આ પણ વાંચો : ડૉ. તડવીના મોત બદલ દોષી ડૉક્ટરોએ કહ્યું, કામના બોજને કારણે કરી આત્મહત્યા

પોલીસે આપેલી માહિતી મુજબ ‘આ બનાવે અમને કલાકથી વધુ સમય સુધી વ્યસ્ત કરી દીધા હતા. પોલીસે વૉચમૅન અનિલનું જાગૃતિ દેખાડવા બદલ સન્માન પણ કર્યું છે.’

vasai mumbai news