કૉંગ્રેસને બહુમતી નહીં મળે, પણ કેન્દ્રમાં સરકાર બનાવશે: ચવ્હાણ

20 March, 2019 12:32 PM IST  |  મુંબઈ

કૉંગ્રેસને બહુમતી નહીં મળે, પણ કેન્દ્રમાં સરકાર બનાવશે: ચવ્હાણ

પૃથ્વીરાજ ચવ્હાણ

કેન્દ્રમાં કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી નહીં મળે એમ જણાવતાં પીઢ કૉંગ્રેસી નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે ગઈ કાલે એવો દાવો કર્યો હતો કે ‘કેન્દ્રમાં અત્યારની ગ્થ્ભ્ના નેતૃત્વ હેઠળની NDAની સરકારનો સત્તાપલટો કરીને નવી સરકાર કૉંગ્રેસના નેતૃત્વ હેઠળ બનશે.’

પ્રકાશ આંબેડકરના નેતૃત્વ હેઠળની વંચિત બહુજન આઘાડીનો વિપક્ષો સાથે ન જવાનો નિર્ણય NDA માટે લાભદાયક પુરવાર થશે એમ જણાવતાં પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે ‘અમને સ્પષ્ટ બહુમતી નહીં મળે. છેલ્લાં ૩૦ વર્ષમાં (૨૦૧૪ની પહેલાં) કોઈ પણ પાર્ટીને ૨૭૦ બેઠકો મળી નહોતી. શું (દેશના વડા પ્રધાન) નરેન્દ્ર મોદી એવો દાવો કરી શકે છે? (કે BJPને સ્પષ્ટ બહુમતી મળશે) તેમની પાર્ટીના કેટલાક લોકો આવો દાવો કરે છે. કૉંગ્રેસને કેટલી બેઠકો મળશે એ હું કહી શકું એમ નથી, પરંતુ આગામી કેન્દ્ર સરકાર કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની હશે. અમે ૨૭૦ બેઠકો જીતવાનો દાવો કરતા નથી, પરંતુ આગામી સરકાર કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની હશે.’

BJPને સૌથી વધુ ફટકો ગોવંશ હત્યાને મુદ્દે જ્યાં સુધી વધુ ધમાલ થઈ છે એ પટ્ટામાં જ પડશે અને મુખ્યત્વે હિન્દીભાષી વિસ્તારોનો સમાવેશ થતા આ પટ્ટામાં BJP ૨૦૧૪ની સરખામણીએ અંદાજે ૧૦૦ જેટલી બેઠકો ગુમાવશે એમ જણાવતાં ચવ્હાણે ઉમેર્યું હતું કે ‘BJPને સત્તામાં આવતા રોકવા માટે પહેલાં કૉંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે મહાગઠબંધન કરવાની યોજના ઘડી હતી, પરંતુ પછી રાજ્ય સ્તરે આ ગઠબંધન કરવામાં આવ્યાં હતાં.’

prithviraj chavan mumbai news congress