Ganesh Chaturthi 2020: Covid-19 ક્રાઇસિસમાં થઇ સિદ્ધીવિનાયકની મંગળા આરત

23 August, 2020 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Chaturthi 2020: Covid-19 ક્રાઇસિસમાં થઇ સિદ્ધીવિનાયકની મંગળા આરત

સિદ્ધીવિનાયક મંદિર

શનિવારથી શરૂ થયેલા ગણેશોત્સવમાં રવિવારે બીજા દિવસે સવારે શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં આરતી થઈ હતી. જેનો વીડિયો પણ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં પૂજારી ગણેશજીની આરતી કરતા દેખાય છે.

કોવિડ-19ને લીધે આ વર્ષે મંદિરના સંચાલકોએ શ્રદ્ધાળુઓને વિનંતી કરી હતી કે તેઓ ગણપતિ ભગવાનના દર્શન ઘરે બેસીને ઓનલાઈ કરે. જોકે રાજ્યના અમૂક મંદિરોમાં સેનીટાઈઝર્સ અને શ્રદ્ધાળુઓના તાપમાન તપાસવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષની ગણેશ ચતુર્થીમાં લોકો સિદ્ધિવિનાયકની આરતીના લાઈવ દર્શન તેમની વેબસાઈટથી કરી શકે છે.

શનિવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના વર્ષા બંગલોમાં પણ ગણેશજીની સ્થાપના થઈ છે. સરકારે ગણપતિ ઘરે લાવતા સમયે અને વિસર્જન વખતે સરઘસ ન કાઢવાનું ગાઈડલાઈન્સમાં જણાવ્યું છે. તેમ જ રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વિનંતી કરી છે કે લોકો ભીડ ન કરે.

siddhivinayak temple covid19 coronavirus mumbai news