સ્વચ્છતામાં બેદરકારી બદલ મહાનગરપાલિકાએ મંત્રાલયને ફટકારી નોટિસ

16 October, 2019 09:07 AM IST  |  મુંબઈ | પ્રાજક્તા કાસળે

સ્વચ્છતામાં બેદરકારી બદલ મહાનગરપાલિકાએ મંત્રાલયને ફટકારી નોટિસ

કચરાપેટી

રાજ્ય સરકાર સ્વચ્છ ભારત સર્વેક્ષણને સમર્થન આપે છે અને મુંબઈ મહાનગરપાલિકા વિધાનસભાની ચૂંટણી બાદ સફાઈ સંબંધી સર્વેક્ષણ હાથ ધરવાની તૈયારી કરે છે, પરંતુ હાલમાં મુંબઈ મહાનગરપાલિકાએ સૂકો અને ભીનો કચરો જુદો નહીં પાડવા અને કચરા પર પ્રક્રિયા નહીં કરવા બાબતે મંત્રાલયને નોટિસ આપી છે. સ્વચ્છતાના નિયમો અને ધારાધોરણો નહીં જાળવવા બદલ પાલિકાએ મંત્રાલયને નોટિસ મોકલવાની આ પ્રથમ ઘટના નથી. અગાઉ ૨૦૧૭માં પણ આ પ્રકારની નોટિસ પાલિકાએ મંત્રાલયને મોકલી હતી.

મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૧૭માં કચરો જુદો પાડવા અને ગંદકી ઘટાડવા માટે એ કચરા પર પ્રક્રિયા કરવા સંબંધી નિયમો ઘડ્યા પછી પાલિકાની વૉર્ડ ઑફિસોએ હાઉસિંગ સોસાયટીઝ અને જ્યાંથી મોટા પ્રમાણમાં (૧૦૦ કિલોથી વધારે) કચરો નાખવામાં આવતો હોય એવાં સ્થળોને નિયમોના ભંગની નોટિસો મોકલવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં મંત્રાલય સહિત ‘એ’ વૉર્ડમાં નરીમાન પૉઇન્ટ, કોલાબા, કફ પરેડના મોટા પ્રમાણમાં કચરો નાખનારી રહેણાક વસાહતો અને સરકારી તથા વેપારી આસ્થાપનાઓ મળીને ૨૦૮ ઠેકાણે નોટિસો મોકલી હતી.

આ પણ વાંચો : પીએમસીના બે ખાતેદારોનું હાર્ટ-અટૅકથી મોત

મંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં દંડની જોગવાઈઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતાના નિયમોના ભંગ બદલ ૨૫૦૦થી ૧૦,૦૦૦ રૂપિયા સુધી અને ત્યાર પછી સ્થિતિમાં સુધારો ન થાય તો રોજનો ૧૦૦ રૂપિયા વધારેનો દંડ ભરવાની સૂચના આપવામાં આવી હતી.

mumbai news mumbai mantralaya