મુંબઈમાં હવે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનશે રોડ

11 February, 2020 07:43 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં હવે પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનશે રોડ

પ્લાસ્ટિક વેસ્ટથી હવે મુંબઈ મહાનગરપાલિકા શહેરમાં રોડ બનાવશે

સેંકડો કિલોની માત્રામાં ભેગા કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટથી હવે મુંબઈ મહાનગરપાલિકા શહેરમાં રોડ બનાવશે. ૬ વર્ષ પહેલાં ઇન્ડિયન રોડ કૉન્ગ્રેસ દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્રોજેક્ટ પર ૧૫ ફેબ્રુઆરીથી કામ શરૂ કરવામાં આવશે. મહાનગરપાલિકાએ તમામ ડામરના પ્લાન્ટ્સધારકોને ઑર્ડર આપ્યો છે કે તેઓ રોડ બનાવવા માટેનું મટીરિયલ આપે જેમાં પ્લાસ્ટિક વેસ્ટને મિક્સ કરી શકાય.

મુંબઈ મહાનગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યા અનુસાર જૂન ૨૦૧૮માં ૮૪,૬૦૨ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પ્રકારના પ્લાસ્ટિકનો સમાવેશ છે. અમારી પાસે ૧૨ માન્યતાપ્રાપ્ત ડામરના પ્લાન્ટ્સ છે. રોડ કૉન્ટ્રૅક્ટર તેમની પાસેથી જ મટીરિયલ્સ ખરીદી શકશે. એસ્ફાલ્ટ પ્રોડક્શન કરતા વેપારીઓને અમે કહ્યું છે કે રોડ મટીરિયલ્સમાં ૮ ટકા પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે.

બાંદરામાં આવેલા ડી માઉન્ટ પાર્ક રોડ પર અગાઉ આ પ્રયોગ થઈ ચૂક્યો છે. પ્રયોગ સફળ રહ્યો હોવાથી હવે શહેરના બીજા વિસ્તારોમાં પણ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડ બનાવાશે.

બાંદરાના નગરસેવક આસિફ ઝકરિયાએ જણાવ્યું હતું કે ડી માઉન્ટ પાર્કની લંબાઈ ૧૦૦ મીટરથી વધુ નહોતી અને આ રોડ ઘણો વ્યસ્ત પણ નથી એથી બે વર્ષ પછી પણ રોડની પરિસ્થિતિ સારી છે.

આ પણ વાંચો : શું નરેન્દ્ર મોદીની ઇમેજને અમિત શાહે ખરડી નાખી?

જોકે આ પ્રયોગ દેશનાં અન્ય ૧૧ રાજ્યોમાં કરવામાં આવ્યો છે. મુંબઈમાં માન્યતાપ્રાત્પ તમામ વેપારીઓ પૈકી એક જ વેપારી એવા છે જેઓ રોડ મટીરિયલ્સમાં પ્લાસ્ટિક વેસ્ટ મિક્સ કરી શકે. બીએમસીનો અપ્રોચ છે કે ધીમે-ધીમે આ પ્રક્રિયા તમામ લોકો શરૂ કરે.

prajakta kasale mumbai mumbai news brihanmumbai municipal corporation