Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > શું નરેન્દ્ર મોદીની ઇમેજને અમિત શાહે ખરડી નાખી?

શું નરેન્દ્ર મોદીની ઇમેજને અમિત શાહે ખરડી નાખી?

11 February, 2020 07:43 AM IST | Mumbai

શું નરેન્દ્ર મોદીની ઇમેજને અમિત શાહે ખરડી નાખી?

મોદી-શાહની જોડી

મોદી-શાહની જોડી


જાણીતાં પત્રકાર અને કટારલેખિકા તવલીન સિંહે લખેલી બુક ‘મસિહા મોદી?’નું હાલમાં અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના બીજેપીની સમીક્ષા કરવામાં આવી છે. આ પુસ્તક વિશે ધ ક્વિન્ટે લખ્યું છે કે આ બુકમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને લગતી અનેક વાતો પોતાના દૃષ્ટિકોણથી લખવાનો પ્રયાસ કર્યો છે.

મોદી સરકારના ચાણક્ય ગણાતા અમિત શાહને કારણે મોદી અને મીડિયા વચ્ચેનો ગૅપ વધ્યો છે એવું આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે અને એને લગતા અનુભવ પણ તવલીને પોતાના શબ્દોમાં ઉતાર્યા છે. વળી મોદી સરકાર બુદ્ધિજીવીઓનો વિરોધ કરે છે એ વિશે પણ આ બુકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. અમિત શાહને પસંદ હોય એવું તમે ન કરો તો તમારે નોકરીથી હાથ ધોવાનો વારો આવી શકે છે એ મુદ્દાને પણ તવલીને પોતાના અનુભવ અને પ્રાપ્ત માહિતી દ્વારા પુસ્તકમાં લખવાનો પ્રયાસ કર્યો છે.



તવલીન સિંહનું માનીએ તો બીજેપીનો પણ સાવ પાયાના સ્તરનો કાર્યકર એવું માનવા માંડ્યો છે કે જે દિવસે મોદી સત્તા ગુમાવશે એ દિવસે પહેલાં અમિત શાહને પક્ષમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે. જોકે તવલીન સિંહ કહે છે કે જ્યારે આ વિશે પોતે બીજેપીના નેતાઓને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમિત શાહ સારામાં સારા બૂથ-મૅનેજર છે.


૨૦૧૮માં જ્યારે બીજેપી ચૂંટણીમાં કેટલીક સીટો હારી ત્યારે અમિત શાહનો ગુસ્સો છડેચોક દેખાયો હતો, પણ એવા સમયે કોઈ પણ પ્રત્યુત્તર આપ્યા વિના તેઓ દેશના પ્રવાસે નીકળી પડ્યા હતા અને દેશભરમાં જાહેર રૅલીઓને સંબોધી રહ્યા હતા જાણે પોતે જ વડા પ્રધાન હોય.

આ પણ વાંચો : OC વિના ફ્લૅટમાં રહેવા ગયેલા પરેલના પૉશ ટાવરના ફ્લૅટધારકો સામે અરેસ્ટ વૉરન્ટ


ટૂંકમાં, બીજેપી દેશને એક પાર્ટી તરીકે ચલાવી રહી છે કે મોદી-શાહની જોડી ગુજરાતી બુદ્ધિથી ચલાવી રહી છે એવા અનેક દૃષ્ટિકોણ સાથે તવલીને પોતાની વાત આ પુસ્તકમાં લખીને જનમાનસ સુધી પહોંચાડી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 February, 2020 07:43 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK