સીએમ કૅબિનેટની મીટિંગને ઑનલાઇન સંબોધી રહ્યા હતા ત્યારે જ મંત્રાલયમાં પાવર કટ થયો

12 May, 2022 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે રાજ્યના કૃષિપ્રધાન દાદા ભુસેએ કૅબિનેટની મીટિંગ ચાલુ હતી ત્યારે પાવર ગયો ન હોવાની સ્પષ્ટતા કરી હતી

ઉદ્ધવ ઠાકરે

ગઈ કાલે મંત્રાલયમાં કૅબિનેટની બેઠકને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ઑનલાઇન સંબોધિત કરી રહ્યા હતા ત્યારે અચાનક જ પાવર જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. તરત જ મંત્રાલયનો સ્ટાફ કામે લાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પાવર એટલે કે લાઇટ પાછી આવી ગઈ હતી. જોકે રાજ્યના કૃષિપ્રધાન દાદા ભુસેએ કૅબિનેટની મીટિંગ ચાલુ હતી ત્યારે પાવર ગયો ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે કૅબિનેટની મીટિંગ પૂરી થયા બાદ બીજી અમુક બાબતો પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે અમુક મિનિટ માટે સીએમ ડિસકનેક્ટ થઈ ગયા હતા. આ ઘટના બની ત્યારે કૅબિનેટની મીટિંગ પતી ગઈ હતી. રાજ્યની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને એનો લાભ મળી રહે એ માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ સુધીમાં તેમનાં નામ આધાર કાર્ડ સાથે લિન્ક કરવાનો નિર્ણય ગઈ કાલની મીટિંગમાં લેવામાં આવ્યો હતો.

mumbai mumbai news maharashtra uddhav thackeray