Corona Updates: વધુ નવા કેસ આવવાની સામે વધુ બે સોસાયટીઓ થઈ કોરાનામુક્ત

28 October, 2021 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં પૉઝિટિવિટી ફરી એક ટકાની ઉપર : વધુ નવા કેસ આવવાની સામે વધુ બે સોસાયટીઓ થઈ કોરાનામુક્ત

Corona Updates: વધુ નવા કેસ આવવાની સામે વધુ બે સોસાયટીઓ થઈ કોરાનામુક્ત

શહેરમાં ગઈ કાલે ૩૯,૦૩૬ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૧.૦૭ ટકા પૉઝિટિવિટી સાથે ૪૨૦ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં વધુ ૪ દરદીનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક દરદી ૪૦થી ૬૦ વર્ષની ઉંમરનો હતો તો બાકીના ત્રણ દરદી સિનિયર સિટિઝન હતા. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૨૨૯ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં ઓછા એટલે કે ૩૫૫ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૫૪,૬૬૯ કેસમાંથી ૭,૩૧,૭૪૯ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ વધીને ૪,૧૬૧ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર વધારા સાથે ૧,૩૭૩ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા બેના ઘટાડા સાથે ૪૧ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૨,૩૦૨ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19