Porn Films Case : બોમ્બે હાઇ કોર્ટે રાજ કુન્દ્રાને આપ્યા જામીન

20 September, 2021 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ પર મળ્યા જામીન

રાજ કુન્દ્રાની ફાઈલ તસવીર

પોર્ન ફિલ્મ કેસમાં અરેસ્ટ કરાયેલ બૉલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુન્દ્રા (Shilpa Shetty Kundra)ના પતિ અને બિઝનેસ મેન રાજ કુન્દ્રા (Raj Kundra)ને સોમવારે બોમ્બે હાઇ કોર્ટે જામીન આપ્યા છે. રાજ કુન્દ્રાની ૧૯ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેને બે મહિના બાદ જામીન મળ્યા છે. મેજિસ્ટ્રેટ કોર્ટે ૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ પર રાજ કુન્દ્રાને જામીન આપ્યા છે. રાજ કુન્દ્રાએ ૧૮ સપ્ટેમ્બરના રોજ જામીન અરજી દાખલ કરી હતી અને પોતાને ‘બલિનો બકરો’ બનાવવામાં આવતો હોવાની વાત કહી હતી.

પોર્ન ફિલ્મ કેસમાં રાજ કુન્દ્રા, વિયાન એન્ટરપ્રાઇઝીસના IT હેડ રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફ અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષી સામેલ છે. ૪૩ સાક્ષીઓમાંથી પાંચ સાક્ષીએ CRPCની કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. પોલીસે કોર્ટમાં ૧૫૦૦ પેજની ચાર્જશીટ ફાઇલ કરી છે.

રાજ કુન્દ્રાએ જામીન અરજીમાં કહ્યું હતું કે, આખી સપ્લિમૅન્ટરી ચાર્જશીટમાં એક પણ આરોપ મારા વિરુદ્ધ નથી જે સાબિત કરે કે કોઈ વીડિયો શૂટિંગમાં તે સક્રિય રીતે સામેલ હતો. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. તેનું નામ પોલીસે જબરજસ્તી કેસમાં સામેલ કર્યું છે.

તમને જણાવી દઈએ કે, રાજ કુન્દ્રાની ૯ જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પહેલાં તેને ૨૭ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યો. તે પછી જિલ્લા કોર્ટ એટલે કે એસ્પ્લેનેડ કોર્ટે તેને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. ત્યારથી તે જેલમાં જ છે. તેની એક જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.

mumbai mumbai news bombay high court mumbai police shilpa shetty raj kundra