મુંબઈ પોલીસનું ૧૦૦ ટકા મતદાન

21 October, 2019 12:44 PM IST  |  મુંબઈ | સમીઉલ્લા ખાન

મુંબઈ પોલીસનું ૧૦૦ ટકા મતદાન

મુંબઈ : ઇલેક્શન કમિશનર દ્વારા એવા ઘણા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જેના કારણે રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય. આ કૅમ્પેનના કારણે વિધાનસભા ચૂંટણી ટાણે મુંબઈ પોલીસે ‘પોસ્ટલ વોટ’ દ્વારા ૧૦૦ ટકા મતદાન કર્યું છે જે ઇલેક્શન કમિશન પણ ગર્વ અનુભવે એવું છે. ભિવંડીના શાંતિનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર કિરણકુમાર કબડીએ પોસ્ટલ વોટ દ્વારા વોટ આપી ‘માય કાસ્ટ માય વોટ’નો સંદેશ આપ્યો હતો. કિરણકુમારે જણાવ્યું હતું કે ‘પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં મને ૨૬ વર્ષ થયાં છે. પાંચ વખત વિધાનસભા ચૂંટણીમાં ડ્યુટી પર રહ્યો છું પણ પહેલી વખત પોસ્ટલ વોટથી મતદાન કર્યું છે. આ કામ માત્ર અમારા પોલીસ કમિશનરના સહયોગથી થયું છે. મેં મારા ફેસબુક અકાઉન્ટ પર પણ મારો ફોટો શૅર કર્યો છે.

mumbai police mumbai Election 2019