02 April, 2026 11:59 AM IST | Rajkot | Gujarati Mid-day Correspondent
પિન્ક બસ-સર્વિસ
રાજકોટમાં ગઈ કાલથી માત્ર મહિલાઓ માટે પિન્ક બસ-સર્વિસ શરૂ કરી છે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે એ હેતુસર આ પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે. પિન્ક બસમાં મહિલાઓ માટે સુરક્ષિત, સુલભ અને સસ્તી મુસાફરી કરાવાશે. રાજકોટમાં ચાર રૂટ પર ચાર પિન્ક બસ-સર્વિસ શરૂ કરાઈ છે. પિન્ક બસમાં કન્ડકટર તરીકે મહિલા સ્ટાફ રખાશે. મહિલા મુસાફરો માટે ખાસ વિમન્સ કૅટેગરી પાસ પણ ઉપલબ્ધ કરાવાશે. આ પાસ વાર્ષિક રૂપિયા ૧ હજારના દરે આપવામાં આવશે. આ પિન્ક બસની વિશેષતા એ છે કે આ બસમાં માતા સાથે ૧૨ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને નિઃશુલ્ક મુસાફરી કરવા દેવામાં આવશે.