અમે પણ મુંબઈકર, અમારા પ્રત્યે દયાભાવ રાખો

10 September, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

PETAના પાંચ સભ્યોએ કબૂતરોને મુંબઈકર ગણાવવા માટે મુંબઈકરને રીપ્રેઝન્ટ કરતાં કપડાં પણ પહેર્યાં હતાં

બૂતરખાનાંઓ બંધ થવાના વિરોધમાં પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)ના સભ્યોએ કબૂતરનો માસ્ક પહેરીને અમે પણ મુંબઈકર એવા સ્લોગન સાથે દેખાવો કર્યા હતા.

મુંબઈમાં કબૂતરખાનાંઓ બંધ થવાના વિરોધમાં પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)ના સભ્યોએ કબૂતરનો માસ્ક પહેરીને અમે પણ મુંબઈકર એવા સ્લોગન સાથે દેખાવો કર્યા હતા. PETAના પાંચ સભ્યોએ કબૂતરોને મુંબઈકર ગણાવવા માટે મુંબઈકરને રીપ્રેઝન્ટ કરતાં કપડાં પણ પહેર્યાં હતાં. એક રિક્ષા-ડ્રાઇવર, એક મહિલા નવવારી સાડી પહેરેલી, ઑફિસ જતા મુંબઈકર જેવાં કપડાં, ધોતી-કુરતા પહેરેલી વ્યક્તિ એમ મુંબઈકર બનીને કબૂતરનો માસ્ક પહેરીને હાથમાં રાખેલાં સાઇનબોર્ડ પર લખ્યું હતું, ‘અમે પણ મુંબઈકર છીએ, અમારા પ્રત્યે દયાભાવ રાખો.’

dadar wildlife peta mumbai high court bombay high court news mumbai mumbai news