ગણેશ ઉત્સવને લઈ BMCનો નિર્ણય, વતનથી મુંબઈ પરત આવતાં લોકોએ કોરોના ટેસ્ટ કરાવવો

18 September, 2021 07:42 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, ગણપતિ ઉત્સવ બાદ તેમના વતનથી શહેરમાં પરત ફરતી વખતે લોકોએ કોવિડ -19 ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. 

પ્રતીકાત્મક તસવીર

ગણેશ ઉત્સવમાં સામેલ થનારા લોકોને લઈ બીએમસીએ એક જાહેરાત કરી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે, ગણપતિ ઉત્સવ બાદ તેમના વતનથી શહેરમાં પરત ફરતી વખતે લોકોએ કોવિડ -19 ટેસ્ટ કરાવવો ફરજીયાત છે. 

મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઉપનગરો) સુરેશ કાકાણીએ જણાવ્યું હતું કે, નાગરિક સંસ્થાએ 266 કેન્દ્રોની સ્થાપના કરી છે, જેઓ ગણપતિ ઉત્સવની ઉજવણી કર્યા પછી મુંબઈ પરત આવેલા લોકોને મફત RT-PCR પરીક્ષણો કરી આપશે. આગામી 15 દિવસોમાં સાવચેત રહેવાની જરૂર છે.  BMCએ 266 કેન્દ્રો ઉભા કર્યા છે, જયાં ગણપતિ ઉત્સવ પછી મુંબઈ પરત ફર્યા હોય તેવા લોકોને મફત RT-PCR ટેસ્ટ કરી આપવામાં આવશે.  લોકોને ટેસ્ટનું પરિણામ તેમના ઘરે મળી જશે. 

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, `જે લોકો તેમના વતન ગયા હોય તે ત્યાં અન્ય લોકોના સંપર્કમાં આવ્યાં હોય, તેથી તેમણે સાવચેત રહી કાળજી લેવી જોઈએ. ત્યાં પણ પરીક્ષણ કેન્દ્રો હશે લોકોએ તેનો લાભ લઈ ટેસ્ટ કરાવવો જોઈએ. આવશ્યક સાવચેતી મહામારીને રોકવામાં આપણને મદદ કરશે.`

આ ઉપરાંત તેમણે કહ્યું કે, કોરોના રસી પણ બધા માટે ઉપલબ્ધ છે, રસી લેવા લોકોએ આગળ આવવું જોઈએ અને રસીને ડોઝ લેવા જોઈએ. 

નોંધનીય છે કે, મુંબઈમાં શુક્રવારે કોવિડ -19 ના 434 નવા કેસ નોંધાયા છે અને ત્રણ લોકોના મોત થયા છે. આ સાથે જ સંક્રમિતનો કુલ આંકડો 7,37,164 પર પહોંચ્યો છે.  શહેરમાં હાલમાં 4,658 સક્રિય કેસ છે.    

mumbai mumbai news ganesh chaturthi brihanmumbai municipal corporation