મગોરાઈ ગામના રહેવાસીઓ જે પાણીના પૈસા ચૂકવે છે એ તેમને મળતું જ નથી

26 May, 2019 11:45 AM IST  |  | દિવાકર શર્મા અને સમીઉલ્લાહ ખાન

મગોરાઈ ગામના રહેવાસીઓ જે પાણીના પૈસા ચૂકવે છે એ તેમને મળતું જ નથી

પાણી લેવા દૂર સુધી જતા લોકો

મલાડના ગોરાઈ વિલેજના રહેવાસીઓ પાસે પાણીની પાઇપલાઇનનું કનેક્શન છે અને તેઓ દર મહિને પાણીના મીટરનું બિલ પણ ચૂકવે છે છતાં લગભગ છેલ્લાં ૧૦ વર્ષથી તેઓએ પીવાનું પાણી મેળવવા દરરોજ પાંચથી સાત કિલોમીટર દૂર જવું પડે છે. રહેવાસીઓના મતે બીએમસીને તેમની સમસ્યાની જાણ છે, પરંતુ એણે આંખ આડા કાન કર્યા છે.

રહેવાસીઓએ જણાવ્યા મુજબ એ સમયે લગભગ ૧૫,૦૦૦ની વસ્તી ધરાવતા ગોરાઈ વિલેજમાં ૨૦૦૦ના વર્ષમાં ઓએનજીસીએ પેટ્રોલિયમ વિભાગના કેન્દ્રીય પ્રધાન રામ નાઈકની મધ્યસ્થીથી પાણીની પાઇપલાઇન બેસાડી આપી હતી, પરંતુ ગોરાઈના આડેધડ વિકાસ બાદ પાઇપલાઇનમાં વધુ કનેક્શન જોડાતાં ૨૦૦૯ સુધીમાં તો ગોરાઈ વિલેજનાં અનેક ઘરોમાં પાણી મળતું બંધ થઈ ગયું હતું.

પાણીની તંગીને દૂર કરવા ગામના લોકોએ બોરવેલ પણ બેસાડી જેનો ઉપયોગ નાહવા-ધોવા કે ઝાડ-છોડને પાણી પાવામાં કરાય છે. જોકે આ પાણી પીવાના ઉપયોગમાં લઈ શકાય એવું ન હોવાથી એ પ્રfન તો ઊભો જ રહે છે.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે આવશે ગુજરાત

બીએમસીની બોરીવલીમાં આવેલી વૉર્ડ-ઑફિસના અસિસ્ટન્ટ એન્જિનિયરે (વૉટર ડિપાર્ટમેન્ટ) ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પાણી નથી મળતું એમ કહેવું સદંતર ખોટું છે. ચાર મહિના પહેલાં જ અમે ગામના લોકો માટે પાંચ કિલોમીટર લાંબી વિશેષ પાઇપલાઇન બેસાડી આપી હતી અને ત્યાર બાદ પાણીની સમસ્યા મહદંશે દૂર થઈ હતી. છેલ્લા થોડા સમયથી મુંબઈ શહેર ૧૫ ટકા પાણીકાપ વેઠી રહ્યું છે. વરસાદ પછી સ્થિતિ સામાન્ય બની  જશે.’

mumbai news gujarati mid-day