23 March, 2026 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેટ્રો ૩
મેટ્રો 3માં બે-ત્રણ દિવસ પહેલાં સેલ્યુલર સર્વિસ પૂરી પાડતી કંપનીનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હોવાથી નેટવર્ક મળતું ન હોવાથી અનેક પ્રવાસીઓ પરેશાન થયા હતા. ઘણા લોકોને ઑનલાઇન ટિકિટ કઢાવવામાં પણ મુશ્કેલી પડી હતી. મુસાફરોને અન્ડરગ્રાઉન્ડમાં ઇન્ટરનેટ નેટવર્ક મળી શકે એ માટે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (MMRCL)એ એ માટે નવું ટેન્ડર બહાર પાડ્યું છે.
જૂના કૉન્ટ્રૅક્ટરનો કૉન્ટ્રૅક્ટ પતી ગયા બાદ MMRCLએ નવાની નિમણૂક કરવા ૨૦ માર્ચે રિક્વેસ્ટ ફૉર પ્રપોઝલ મોકલી દીધી છે. અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન અને ટનલમાં દોડતી મેટ્રો ટ્રેનમાં ટેલિકૉમ સિસ્ટમ અને નેટવર્ક અવરિત મળતું રહે એ માટે પ્રયાસ કરાઈ રહ્યા છે. MMRCL એની નૉન-ફેર બૉક્સ રેવન્યુ સ્ટ્રૅટજી હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે જેથી લોકોને પણ ફૅસિલિટી મળી રહે અને આવક પણ થાય. પ્રી-બીડ મીટિંગ ૨૭ માર્ચે રાખવામાં આવી છે અને બીડ ૧૦ એપ્રિલે ખોલવામાં આવશે.