પેરન્ટ્સ હૉસ્પિટલમાં લઈ રહ્યાં હતાં કોરોનાની સારવાર

17 September, 2020 11:58 AM IST  |  Mumbai | Mumbai correspondent

પેરન્ટ્સ હૉસ્પિટલમાં લઈ રહ્યાં હતાં કોરોનાની સારવાર

પોલીસોએ ઘરે જઈ ઊજવ્યો એમના બાળકનો બર્થ-ડે

ડોમ્બિવલી વિસ્તારમાં રહેતા દિનેશ ગુપ્તા અને તેની પત્ની કોવિડ પૉઝિટિવ આવતાં તેઓને ડોમ્બિવલીમાં આવેલી એમજીએમ હૉસ્પિટલમાં દાખલ કર્યાં છે. તેમના એકના એક સાત વર્ષના દીકરા િદ્રશનો ૧૫ સપ્ટેમ્બરે બર્થડે હોવાથી દિનેશે થાણે પોલીસને ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે મારા એકના એક દીકરાનો જન્મદિવસ છે પણ હું અને મારી પત્ની હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. તો જો થઈ શકે તો મારા બાળક માટે કૅક કટિંગ કરવા કોઈ અધિકારીને મોકલવા મારી વિનંતી છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે દિનેશે કરેલી ટ્વીટ બાદ અમને મોટા અધિકારીઓનો આદેશ મળ્યો હતો. જેથી બાળકને તેનાં માતા-પિતાની યાદ ન આવે માટે અમે કૅક અને ગિફટ લઈ તેના ઘરે ગયા હતા. જે જોઈ બાળક ખુબ ખુશ થઈ ગયો હતો. એ બાદ અમે તેનાં માતા-પિતાને વિડિયો કૉલ દ્વારા કૅક કાપતો તેનો દીકરો પણ દેખાડ્યો હતો જેથી તેઓ પણ રાજી થઈ ગયાં હતાં.


શિલ-ડાઇઘર પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ અધિકારી ચંદ્રકાંત જાધવ સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આ કોરોના મહામારીથી તેના માતા પિતા સંક્રમિત થયાં છે, માટે અમારો એટલો જ ઉદ્દેશ હતો કે અમે બન્નેને રાજી કરી શકીએ, બન્નેને પૉઝિટિવ ઊર્જા આપવી.

thane mumbai mumbai news