રસ્તાઓની બિસમાર દશાના વિરોધમાં પાલઘરમાં સેંકડો લોકો રસ્તા પર ઊતર્યા

28 June, 2025 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારને અનેક વાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અરજી કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.’ આંદોલનને કારણે આ માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

પાલઘર જિલ્લાનાં ગામડાંઓમાં રસ્તાની બદતર હાલતને કારણે લોકોને જીવનું જોખમ ઊભું થયું છે. રસ્તાઓના સમારકામ માટે સરકાર તરફથી આંખ આડા કાન કરવામાં આવતા હોવાથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરીને સરકાર સુધી વાત પહોંચાડવાની રીત અપનાવી હતી. સ્થાનિક સ્વયંસેવી ગ્રુપે એકસાથે ભિવંડી-વાડા અને ભિવંડી-વસઈ રોડ પર ૧૧ સ્થળોએ સૂત્રોચ્ચાર સાથે આંદોલન કર્યું હતું. શ્રમજીવી સંઘટનાના રામભાઉ વર્નાએ જણાવ્યું હતું કે ‘આ રોડ કેટલીયે વાર રિપેર કરવામાં આવ્યા છે, પરંતુ વરસાદના સમયે રસ્તાની હાલત ખૂબ બદતર થઈ જાય છે જેને કારણે જીવલેણ અકસ્માતો વધે છે. સરકારને અનેક વાર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અરજી કરી છે, પરંતુ કોઈ ઉકેલ આવતો નથી.’ આંદોલનને કારણે આ માર્ગો પર વાહનવ્યવહારને અસર થઈ હતી.

mumbai news mumbai palghar mumbai police