એ સસ્પેન્ડેડ પોલીસોને લીધે અમે જીવતા છીએ: પાલઘરના સરપંચ

23 April, 2020 08:20 AM IST  | 

એ સસ્પેન્ડેડ પોલીસોને લીધે અમે જીવતા છીએ: પાલઘરના સરપંચ

ગડચિંચલે ગામના ઘરની કાચ તૂટેલી બારી.તસવીરો : હનિફ પટેલ

પાલઘરના ગડચિંચલે ગામના સરપંચ અને જિલ્લા પરિષદ-સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે ‘ગામમાં ગઈ ૧૬ એપ્રિલે બે સાધુઓની હત્યાની ઘટના પછી ઝનૂની બનેલા ટોળા દ્વારા અન્યોને પણ અડફેટમાં લેવાની પૂરેપૂરી શક્યતા હતી, પરંતુ કાસા પોલીસ સ્ટેશનના સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓએ સૌનો જીવ બચાવ્યો હતો.’

કાશિનાથ ચૌધરી

પોલીસ અધિકારીઓએ જિલ્લા પરિષદની વર્કિંગ કમિટીના ચૅરમૅન કાશીનાથ ચૌધરી અને સરપંચ ચિત્રા ચૌધરી ગામમાં જાણીતા અને પ્રતિષ્ઠિત હોવાથી હિંસક ટોળાને શાંત પાડવા માટે એમની મદદમાગી હતી.

એપીઆઈ આનંદરાવ કાળે

ચિત્રા ચૌધરીએ જણાવ્યું હતું કે ‘હિંસક ભીડ અમારા પર પણ પથ્થરમારો કરવા માંડી હતી. જો પોલીસ સબ-ઇન્સ્પેક્ટર સુધીર કટારે અને અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર આનંદરાવ કાળેએ અમને ન બચાવ્યાં હોત તો અનિયંત્રિત ભીડના હુમલામાં અમે માર્યાં ગયાં હોત. ગયા ગુરુવારે સાંજે સાત વાગ્યે મને ફોરેસ્ટ ઑફિસરે બોલાવી ત્યારે મારા ઘરથી ૨૦૦ મીટરના અંતરે મોટું ટોળું એકઠું થયું હતું. મારી સાથે અન્ય કેટલાક સમજુ, પ્રતિષ્ઠિત લોકો પણ હતા. અમે ત્રણ કલાક સુધી લોકોને સમજાવીને પરિસ્થિતિ સંભાળી હતી. લગભગ ૧૧ વાગ્યા પહેલાં કાસા પોલીસ સ્ટેશનની ટીમ પહોંચી હતી. એ વખતે પોલીસ ટીમ પહોંચી ન હોત તો હિંસક ટોળાએ મને પણ મારી નાખી હોત.

પીએસઆઈ સુધીર કટારે

મારા વાહનને પણ નુકસાન થયું હતું. કટારે અને કાળેએ સાધુઓ, એમના ડ્રાઇવર અને અમને બધાને બચાવવાના પ્રયત્નો કર્યા હતા.’ અગાઉ ગૃહપ્રધાન અનિલ દેશમુખે ૪૦૦-૫૦૦ જણના ટોળાથી ત્રણ જણનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયેલા બે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરીને એમની સામે ઇન્ક્વાયરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

palghar diwakar sharma faizan khan mumbai news mumbai mumbai crime news mumbai crime branch