૩ ગુજરાતીઓને પદ્‍મશ્રી, ઓઆરએસના ફાઉન્ડર દિલીપ મહાલનોબિસને પદ્‍મભૂષણ એનાયત

26 January, 2023 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદી આદિવાસી સામાજિક કાર્યકર અને નેતા હીરાબાઈ લોબીને પદ્‍મશ્રીથી નવાજવામાં આવ્યાં છે

૩ ગુજરાતીઓ

૭૪મા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યાએ પદ્‍મ પુરસ્કારોનાં નામની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે ૨૬ વ્યક્તિની આ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. દિલીપ મહાલનોબિસને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્‍મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે.

પશ્ચિમ બંગાળ સાથે સંબંધ રાખનારા ડૉ. દિલીપ મહાલનોબિસને પદ્‍મવિભૂષણ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડૉ. દિલીપ એ જ વ્યક્તિ છે જેમણે ORSના ફૉર્મ્યુલાની શોધ કરી હતી. તેમને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવી રહ્યો છે. ૨૦૨૨ના ઑક્ટોબરમાં તેમનું અવસાન થયું હતું.

સિદી આદિવાસી સામાજિક કાર્યકર અને નેતા હીરાબાઈ લોબીને પદ્‍મશ્રીથી નવાજવામાં આવ્યાં છે. તેમણે ગુજરાતના સિદી સમુદાયની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તો કમલકારી આર્ટિસ્ટ ભાનુભાઈ ચૈતારાને અને પીથોરા આર્ટિસ્ટ પરેશ રાઠવાને પદ્‍મશ્રી અવૉર્ડ એનાયત થશે.નવી દિલ્હી : ૭૪મા ગણતંત્ર દિનની પૂર્વસંધ્યાએ પદ્‍મ પુરસ્કારોનાં નામની જાહેરાત થઈ ચૂકી છે. આ વખતે ૨૬ વ્યક્તિની આ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. દિલીપ મહાલનોબિસને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પદ્‍મવિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરશે.

પશ્ચિમ બંગાળ સાથે સંબંધ રાખનારા ડૉ. દિલીપ મહાલનોબિસને પદ્‍મવિભૂષણ અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ડૉ. દિલીપ એ જ વ્યક્તિ છે જેમણે ORSના ફૉર્મ્યુલાની શોધ કરી હતી. તેમને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવી રહ્યો છે. ૨૦૨૨ના ઑક્ટોબરમાં તેમનું અવસાન થયું હતું.

સિદી આદિવાસી સામાજિક કાર્યકર અને નેતા હીરાબાઈ લોબીને પદ્‍મશ્રીથી નવાજવામાં આવ્યાં છે. તેમણે ગુજરાતના સિદી સમુદાયની સુધારણા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તો કમલકારી આર્ટિસ્ટ ભાનુભાઈ ચૈતારાને અને પીથોરા આર્ટિસ્ટ પરેશ રાઠવાને પદ્‍મશ્રી અવૉર્ડ એનાયત થશે.

mumbai mumbai news padma vibhushan padma shri