ફ્લાઇટમાં વધુ એક હંગામો : મહિલા પ્રવાસીએ અચાનક ઉતાર્યા કપડાં, પછી…

31 January, 2023 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિસ્તારાની ફ્લાઇટમાં ઇટાલીની મહિલાએ ક્રૂ મેમ્બરને માર્યા મુક્કા, પોલીસે કરી ધરપકડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

આજ-કાલ ફ્લાઇટમાં થતા હંગામાઓ સતત ચર્ચામાં હોય છે. આ સિલસિલો થોભવાનું નામ જ નથી લેતા. ક્યાંક પેશાબ કૌભાંડ તો ક્યાંક એરલાઇન કંપનીની ગડબડના સમાચાર સતત હેડલાઇન્સમાં રહ્યા છે. હવે વિસ્તારા (Vistara)ની ફ્લાઇટમાં હંગામાનો મામલો સામે આવ્યો છે. સોમવારે અબુ ધાબી (Abu Dhabi)થી મુંબઈ (Mumbai) આવી રહેલી વિસ્તારા એરલાઈન્સની ફ્લાઇટ (યુકે-256)માં એક ઇટાલિયન મહિલાએ અચાનક કપડાં કાઢી નાખ્યા હતાં અને કૉરિડૉરમાં ફરવા લાગી હતી.એટલું જ નહીં, ક્રૂ મેમ્બર્સે જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેણે તેમની સાથે મારપીટ પણ કરી હતી. ૪૫ વર્ષીય મહિલાની મુંબઈ પોલીસ (Mumbai Police)એ ધરપકડ કરી હતી. જોકે તેને જામીન પર મુક્ત કરવામાં આવી છે.

મહિલાની ઓળખ ઇટાલીની રહેવાસી પાઓલા પેરુચિયો તરીકે થઈ છે. ફ્લાઇટમાં તે નશાની હાલતમાં હતી. મહિલા પર અબુ ધાબીથી મુંબઈ જતી વિસ્તારા એરલાઈનની ફ્લાઈટ (યુકે 256)માં કેબિન ક્રૂ મેમ્બરને મુક્કો મારવાનો અને અન્ય ક્રૂ મેમ્બર પર થૂંકવાનો આરોપ છે.

આ પણ વાંચો - પેશાબની ઘટના બાદ Air Indiaએ ફ્લાઈટમાં દારૂ પીવાના નિયમોમાં બદલાવ કર્યો, જાણો

એરલાઇનના કર્મચારીની ફરિયાદને આધારે સહાર પોલીસે જણાવ્યું કે, મહિલા મુસાફરનું નામ પાઓલા પેરુચિયો છે. તે સંપૂર્ણપણે નશામાં હતી. ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન તે પોતાની સીટ પરથી ઉભી થઈ ગઈ હતી અને બિઝનેસ ક્લાસની સીટ પર બેઠી તો ક્રૂ મેમ્બરોએ વાંધો ઉઠાવ્યો હતો. એટલે તેણે ક્રૂ મેમ્બરના ચહેરા પર મુક્કો માર્યો હતો. જ્યારે અન્ય ક્રૂ મેમ્બરે મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો તો મહિલાએ તેના પર થૂંક્યું હતું અને તેના કપડાં ઉતારીને ફ્લાઇટમાં ફરવા લાગી હતી. ત્યારબાદ ફ્લાઇટના કૅપ્ટનની સૂચનાને આધારે ક્રૂ મેમ્બરોએ મહિલા પેસેન્જરને પકડી અને તેને કપડાં પહેરાવ્યા હતા. ફ્લાઇટ લેન્ડ થાય ત્યાં સુધી તેને સીટ પર બાંધી દેવામાં આવી હતી.

આ પણ વાંચો - ઍરવેઝમાં અફરાતફરી : છેલ્લા થોડા સમયથી ઘટતી ઘટનાઓ સૂચવે છે કે સમય સાવચેત રહેવાનો છે

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, ફ્લાઇટ મુંબઈમાં લેન્ડ થયા બાદ સહાર પોલીસે મહિલાની ધરપકડનકરી હતી. તપાસ પૂર્ણ કર્યા બાદ આરોપી મહિલા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર ૨૫,૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. અત્યારે તેને જામીન મળી ગયા છે.

mumbai mumbai news mumbai airport abu dhabi mumbai police