ઓમાઇક્રોનના સબ-વેરિઅન્ટથી થતી બીમારી હળવી છે : અભ્યાસનું તારણ

23 June, 2022 12:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બી. જે. મેડિકલોજના ડૉક્ટર રાજેશ કાર્યકર્તેની આગેવાની હેઠળ ઓમાઇક્રોનના વેરિઅન્ટ બીએ.૨ની ઊપજ એવા બીએ.૨.૩૮થી સંક્રમિત ૧૧૬ દરદીઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.૨ અને એના વેરિઅન્ટ બીએ.૨.૩૮થી સંક્રમિત દરદીઓને હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી નથી અને એના કારણે થતી બીમારી હળવી અને સેલ્ફ-લિમિટિંગ હોવાનું એક ક્લિનિકલ અભ્યાસના આધારે માલૂમ પડ્યું હતું. બી. જે. મેડિકલોજના ડૉક્ટર રાજેશ કાર્યકર્તેની આગેવાની હેઠળ ઓમાઇક્રોનના વેરિઅન્ટ બીએ.૨ની ઊપજ એવા બીએ.૨.૩૮થી સંક્રમિત ૧૧૬ દરદીઓ પર અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ડૉક્ટર કાર્યકર્તેએ બુધવારે જણાવ્યું હતું કે ‘વિશ્લેષણ દરમિયાન અમે જાણ્યું હતું કે બીએ.૨ સામાન્ય છે, પણ એમાંથી ઉદ્ભવેલો બીએ.૨.૩૮ પણ પ્રવર્તમાન છે. અમે અહેવાલ સરકારને તથા ઇન્ડિયન સાર્સ-કોવ-૨ જિનોમિક્સ કન્સોર્ટિયમને સુપરત કર્યો હતો. એ પછી અમને બીએ.૨.૩૮ની ગંભીરતાની ખરાઈ કરવા માટેનો અભ્યાસ કરવા જણાવાયું હતું. એ પછી અમે (બીએ.૨.૩૮ના) ૧૧૬ દરદીઓ પર અભ્યાસ કર્યો હતો. એ સમયે તેઓ ઘરે હતા અને સાજા થઈ ચૂક્યા હતા.’
આમાંના એક વ્યક્તિને ઑક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. એકનું મૃત્યુ થયું હતું.

mumbai mumbai news covid19 coronavirus Omicron Variant